કોરોનાના વધુ કેસ : ૩૨,૬૪૩ કેસ સાથે ગુજરાત સાતમા સ્થાને

 

અમદાવાદઃ કોરોના વાઇરસના સૌથી વધારે કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત હવે સાતમા સ્થાને આવી ગયું છે. ગુજરાતમાં હાલ કોરોના વાઇરસના ૫૧,૪૮૫ કેસ નોંધાયેલા છે.

બહાર પડાયેલી આ યાદીમાં મહારાષ્ટ્ર ૩.૩૭ લાખ કેસ સાથે મોખરે, તમિલનાડુ ૧.૮૬ લાખ સાથે બીજા, દિલ્હી ૧.૨૬ લાખ સાથે ત્રીજા, કર્ણાટક ૭૫,૮૩૩ સાથે ચોથા આંધ્ર પ્રદેશ ૬૪,૭૧૩ સાથે પાંચમા અને ઉત્તર પ્રદેશ ૫૫,૫૮૮ સાથે છઠ્ઠા સ્થાને છે. એક સમયે સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત બીજા સ્થાને હતું.

ગુજરાતમાં જૂન મહિનાના અંતે કુલ ૩૨,૬૪૩ કેસ હતા. આમ, જુલાઈ મહિનાના ૨૩ દિવસમાં જ કુલ ૧૮,૮૪૨ કેસ નોંધાઈ ચૂક્યા છે. જુલાઈમાં ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટકમાં પણ ચિંતાજનક રીતે કેસ વધ્યા છે. ઉત્તર પ્રદેશમાં જુલાઈ માસ દરમિયાન જ કુલ ૩૨,૦૯૬ કેસ વધ્યા છે. જોકે, ઉત્તર પ્રદેશમાં ટેસ્ટની સંખ્યા ૧૬ લાખે પહોંચી છે જ્યારે ગુજરાતમાં કુલ ટેસ્ટ હજુ ૫.૭૬ લાખ છે. જૂન માસના અંતે ગુજરાતમાં ટેસ્ટની સંખ્યા ૩.૭૩ લાખ જ્યારે ઉત્તર પ્રદેશમાં ૭.૨૭ લાખ હતી. આમ, અન્ય રાજ્યોએ ટેસ્ટનું પ્રમાણ પુષ્કળ વધાર્યું છે એટલે કેસ પણ વધુ સામે આવી રહ્યા છે.