કોરોનાના ભરડામાં સપડાયો દેશ, એક જ દિવસમાં ૮૮૪નાં મોત

 

વોશિંગ્ટનઃ કોરોના વાઇરસથી અમેરિકામાં મૃતકોની સંખ્યા ૪૪૭૫ પાર કરી ગઈ છે. અત્યાર સુધીમાં ૨,૧૩,૩૭૨ લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે મૃતકોની સંખ્યા કોરોનાનું કેન્દ્ર રહેલા ચીનથી પણ વધુ થઈ ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે અમેરિકામાં ૨૪ કલાકમાં રેકોર્ડ મૃત્યુ ૮૮૪ નોંધાયા છે. એટલે કે જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણવ્યાં મુજબ એક જ દિવસમાં ૮૮૪ લોકોના મોત થયા છે. અમેરિકાના છેલ્લા ૧૦૦ વર્ષના ઈતિહાસ પર નજર ફેરવીએ તો આ સમયગાળામાં સૌથી મોટી માનવીય આફતોમાંથી આ એક છે. મોતના આ આંકડાએ ૨૬/૧૧ના આતંકી હુમલાના આંકડાને પણ પાછળ છોડ્યો છે જેમાં ૨૯૯૬ લોકોના મોત થયા હતાં. ૧૯૦૬ના સાન ફ્રાન્સિસકો ભૂકંપમાં ૩૩૮૯ લોકોના અને ૧૯૮૯ના સાઈક્લોનમાં ૩૦૦૦ લોકોના મોત થયા હતાં. જ્યારે આ કોરનાસૂરે અમેરિકામાં ૩૪૦૦ લોકોનો ભોગ લીધો છે અને સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. 

દુનિયાભરના કોરોના વાઇરસના કેસને ટ્રેક કરનારી એજન્સીઓનું માનીએ તો હાલ અમેરિકામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૧,૭૪,૬૯૭ છે અને માત્ર એક અઠવાડિયાની અંદર જ અમેરિકામાં આ આંકડો ૨૫,૦૦૦થી સીધો ૧.૭ લાખ પર પહોંચ્યો છે. અમેરિકાના કાંઠાના રાજ્યોમાં છેલ્લા ૧૦૦ વર્ષની અંદર અનેક ભયાનક તોફાનો આવ્યાં છે અને અનેક વાર જંગલોમાં આગ લાગવાના બનાવ બન્યાં છે. પરંતુ જે ઘટના અમેરિકાના ઈતિહાસમાં કાળી ઘટના ગણાય છે તે ૨૬/૧૧ના આતંકી હુમલામાં લગભગ ૩૦૦૦ લોકોના મોત થયા હતાં. અમેરિકાને ૧૦ અબજ ડોલરનું નુકસાન પણ થયું હતું. અમેરિકા આ કાળી યાદોને ભૂલવાની કોશિશ કરી રહ્યું હતું પણ કોરોનાએ તેને જોરદાર થપાટ મારી દીધી છે. 

અમેરિકામાં સોમવારે ૫૦૦થી વધુ લોકોના મોત થયા જ્યારે જ્હોન્સ હોકિન્સ યુનિ.ના જણાવ્યાં મુજબ તાજા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૮૬૫ લોકોના મોત થયા છે. બે દિવસ પહેલા જ અમેરિકાના ટોપ હેલ્થ એક્સપર્ટે ટ્રમ્પ સરકારને ચેતવણી આપી હતી કે દેશમાં એક સાથે એક લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસિને એક અનુમાન વ્યક્ત કર્યું છે કે ૨૦ એપ્રિલ સુધીમાં દેશમાં ડેઈલી ડેથ કેસની સંખ્યા વધીને ૨૦૦૦ થશે જે ખરેખર ચોંકાવનારી વાત છે. પોતાની સારામાં સારી સ્વાસ્થ્ય સેવાઓ માટે દુનિયામાં પ્રખ્યાત અમેરિકા પર જ સ્વાસ્થ્યનું મોટું સંકટ તોળાયુ છે. પાર્ક અને રમતના મેદાનોમાં અસ્થાયી હોસ્પિટલો બની રહી છે, જ્યારે નેવીએ પણ ન્યુ યોર્ક પોર્ટ પર પોતાના જહાજને હોસ્પિટલમાં ફેરવી દીધુ છે. જેની પાસે ૧૦૦૦ બેડની ક્ષમતા છે