કોરોનાના  કેસ અમદાવાદમાં વધી રહ્યા છે…

 

       અમદાવાદમાં દિન- પ્રતિદિન કોરોના સંક્રમણના નવા નવા કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની તો ઊંઘ હરામ થઈ ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના તમામ થિયેટરો, મોલ તેમજ અન્ય મનોરંજન સેન્ટરો શનિ- રવિના દિવસોમાં  સદંતર બંધ રાખવાનું એલાન કરી દીધું છે. શનિ- રવિ સિવાયના દિવસોમાં પણ કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. આવતીકાલથી રાતના 9 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધી કરફયુ રહેશે. આગામી સુધારો જાહેરમાં ન આવે ત્યાં સુધી આ આદેશ અમલી રહેશે.  મુંબઈની જેમ છેલ્લા એક- દોઢ દાયકાથી અમદાવાદની વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે. રાજસ્થાન, યુપી, બિહાર, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના લોકો રોજી- રોટી માટે કે નવા ધંધા – વ્યવસાય માટે અમદાવાદમાં આવે છે. અમદાવાદ સહિત ગુજરાતના સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં બિન ગુજરાતીભાષી લોકોનું પ્રમાણ વધી રહ્યું છે. વિકાસના નામે  કે અન્ય કારણોસર વસ્તીઓનો શંભુમેળો અમદાવાદના મૂળ કલ્ચરને એ,એની ઓળખને અસર કરી રહ્યો છે. ગુજરાતની અસલિયત. પરંપરા અને પોતીકો મિજાજ- હવે રંગબેરંગી બનવા માંડ્યો છે. અમદાવાદની મહાનગરપાલિકાએ હવે અમદાવાદની અસલી ઓળખ વધુ ન ઓછપાય એ માટે પણ પ્રયાસો કરવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here