કોરોનાના કેસોમાં થઈ રહેલો ઝડપી વધારોઃ ભારત સરકાર ચિંતિત, વેકસીનેશનને ઝડપી બનાવવાનો નિર્ણય …

 

 

      ભારતના છ થી વધુુ રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ફરીથી શરૂ થયું છે. ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ વધુ ભયજનક બની રહી છે…આગામી એપ્રિલ મહિનાની શરૂઆતથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ અન્ય લોકોને વેકસીન આપવાનું કાર્ય પણ ઝડપથી કરવાના સંકેત કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગે આપી દીધા છે. હવે સરકારે કોરોના ભારતની બહાર, અન્ય દેશોમાં નહિ મોકલવાનો પણ નિર્ણય લઈ લીધો છે. સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે દુનિયાભરના દેશોમાં કોરોના વેકસીનની કોમર્શિયલ ધોરણે નિકાસ કરી છે. ભવિષ્યમાં પણ આ નિકાસ ચાલુ કરવામાં આવશે, પણ હાલ તો ભારત સરકાર પ્રાથમિકતાના ધોરણે કાર્ય કરશે. દેશમાં વધુ ને વધુ લોકોને વેકસીન અપાય એ સરકારની અગ્રીમ પ્રાથમિકતા છે. ભારતમાં આગામી દિવસોમાં રસીના ઉત્પાદનમાં પણ વધારો કરવામાં આવશે.