કોરોનાના કાળચક્રથી ગુજરાત કણસે છે

 

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત થઇ રહેલો વધારો રાજ્ય ગંભીર પરિસ્થિતિ તરફ ધકેલાઇ રહ્યં હોવાનો નિર્દેશ આપતી હોય તેમ કોરોનાના કેસનો આંક છેલ્લા ૨૪ કલાકમાં ૭૪૧૦ નોંધાયો છે, તો સામે મૃત્યુની સંખ્યામાં પણ વધારો થતાં કુલ ૭૩ દર્દીઓના સત્તાવાર મોત થયા છે. જોકે સામે અને ૨૬૪૨ દર્દીએ કોરોનાને મ્હાત પણ આપી છે. બુધવારે અમદાવાદ કોર્પોરેશનમાં ૨૪, સુરત કોર્પોરેશન ૨૪, રાજકોટ કોર્પોરેશન ૭, વડોદરા કોર્પોરેશન ૬, રાજકોટ ૨, સાબરકાંઠા ૨, અમદાવાદ ૧, અમરેલી ૧, ડાંગ ૧, ગાંધીનગર ૧, જૂનાગઢ ૧, જૂનાગઢ કોર્પોરેશન ૧, સુરત ૧ અને વડોદરામાં ૧ થઇને કુલ ૭૩ મૃત્યુ નોંધાયા છે. અમદાવાદ રાજ્યમાં રિકવરી દર સતત ઘટવાની વચ્ચે ૮૭.૯૬ ટકા નોધાયો છે. અત્યાર સુધીમાં કુલ ૪૯૯૫ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ગુજરાતમાં ૧,૬૬,૬૯૮ લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે. તો અત્યાર સુધીમાં ૩,૨૩,૩૭૧ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં એક્ટિવ કેસ વધીને કુલ ૩૯,૨૫૦ થયા છે, જે પૈકી ૨૫૪ હાલત નાજુક છે અને ૩૮,૯૯૬ દર્દીઓની હાલત સ્થિર છે. ગુજરાતમાં ૯૭,૩૨,૮૫૦ લોકોને પ્રથમ અને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે