કોરોનાના કારણે રાજયમાં લગાવવામાં આવેલી સંચારબંધીને કારણે બોલીવુડની ફિલ્મોના શૂટિંગો ફરી અટકી પડયા છે…  

 

            બોલીવુડના સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ, સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-3, પ્રભાસની ફિલ્મ આદિ પુરુષ સહિત અનેક ફિલ્મોના ૟શૂટિંગ હાલ પૂરતાં મોકૂફ રાખવા પડ્યા છે. પઠાણ ફિલ્મમાં શાહરુખ કાનની સાથે દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ પણ અગત્યની ભૂમિકાઓ ભજવી રકહ્યા છે. સલમાન ખાનની ફિલ્મની હીરોઈન કેટરિના કૈફ કોવિડ પોઝિટિવ હોવા છતાં શૂટિંગમાં કોઈ ફરક પડ્યો નથી. ટાઈગર શ્રોફે તેની ફિલ્મ હીરોપંતી-2 નું શૂંટિંગ પણ પૂરું કરી લીધું  છે. રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસનું શૂંટિંગ મુંબઈમાં પૂરું થઈ જવાને આરે હતું પરંતુ હવે એને અનિવાર્યપણે  મોકૂફ રાકવું પડ્યું છે. આલિયા ભટ્ટની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ તો અનેકવાર બંધ રાખવું પડ્યું છે. ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણશાલી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારબાદ ફિલ્મની હીરોઈન આલિયા ભટ્ટ પણ કોરોના સંક્રમિત થઈ હતી. નિર્દેશક વિકાસ બહલની ફિલ્મ ગુડબાયનું શૂટિંગ પણ બંધ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ભૂમિકા ભજવી રહયા  છે