કોરોનાઃ દેશમાં ૨૧,૫૦૦થી વધુ સંક્રમિત, મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં ઝડપથી વધી રહ્યાં છે કેસ

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોના ચેપની સંખ્યા ૨૧૫૫૯ પર પહોંચી છે. જ્યારે કોરોનાથી મરનારાઓનો આંકડો ૬૮૫ને પાર કરી ગયો છે. ગુરુવારે રાજસ્થાનમાં ૪૭, પશ્ચિમ બંગાળમાં ૩૩, ઝારખંડમાં ૩ અને આસામમાં એક દર્દીઓનો રિપોર્ટ સકારાત્મક આવ્યો છે. બુધવારે ૧૨૯૦ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. દેશમાં ૪૪૦૦થી વધુ ચેપગ્રસ્ત લોકો સાજા થયા છે. આ આંકડા ણૂંરુજ્ઞ્ફુ૧૯જ્ઞ્ઁફુજ્ઞ્઱્ી.ંશ્વરં અને રાજ્ય સરકારોની માહિતી અનુસાર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોના ચેપના કુલ ૨૧૩૯૩ કેસ નોંધાયા છે. આ ૧૬૪૫૪ સારવાર હેઠળ છે. ૫૨૫૭ સાજા થયા છે, જ્યારે ૬૮૧ લોકોનાં મોત થયાં છે. આ તરફ દેશમાં કોમ્યુનિટી ટેસ્ટીંગ તેમજ એગ્રેસિવ ટેસ્ટીંગ પણ સતત વધી રહ્યું છે. જેના કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતીય તબીબી સંશોધન પરિષદે કહ્યું કે ૨૩ એપ્રિલના રોજ સવારે ૯ વાગ્યા સુધી દેશમાં ૫,૦૦,૫૪૨ કોરોનાના નમૂના લેવામાં આવ્યા હતા. તેમાંથી ૪,૮૫,૧૭૨ લોકોના રિપોર્ટ આવ્યા છે. ૨૧,૭૯૭ લોકોને ચેપ લાગ્યો છે.

પુણેમાં એક ૯૨ વર્ષીય મહિલાએ ૧૪ દિવસમાં કોરોનાને માત આપી છે. તેને થોડા દિવસો પહેલા લકવો થયો હતો. ઝારખંડના પલામુમાં ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૨૮ વર્ષીય કોરોના શંકાસ્પદ વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. બીજી તરફ મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્ત લોકોનો આંકડો ૫,૬૪૯ પર પહોંચ્યો છે જ્યારે ૨૫૯ લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૭૮૯ કોરોના ચેપ મટાડવામાં આવ્યા છે. બુધવારે ચેપના ૪૩૧ કેસ હતા, જ્યારે ૧૮ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.

ગુજરાતમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અહીં ૨૫૫૯ પોઝિટિવ કેસો છે જ્યારે ૧૦૫ લોકોના મોત થયા છે. ૧૩૫ કોરોના પોઝિટિવ અહીં બુધવારે જોવા મળ્યા.