કોમનવેલ્થ રમતોત્સવમાં ભારતના રમતવીરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે..

0
612
Reuters

ઓસ્ટ્રેલિયામાં આયોજિત કોમનવેલ્થ રમતોત્સવમાં ભારતના રમતવીરો નોંધપાત્ર સફળતા મેળવી રહ્યા છે. રમતના પ્રથમ દિવસે હેવી વેઈટ લિફટિંગની સ્પર્ધામાં મીરાબાઈ ચાનુએ સુવર્ણચંદ્રક હાંસલ કર્યો હતો. ત્યારબાદ આજે રમતોત્સવના બીજા દિવસે મણીપુરની સંજીતા ચાનુએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કરીને વધુ એક સુવર્ણચંદ્રક ભારતના નામે કર્યો હતો. દરમિયાન વેઈટલિફટર દીપક લાઠરેએ પણ બ્રોન્ઝ મેડલ મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. ભારતને બે ગોલ્ડમેડલ, એક સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેટલ મળી ચુક્યા છે. સંજીતા ચાનુએ 2014માં ગ્લાસ્ગોમાં આયોજિત કોમનવેલ્થ રમતોત્સવમાં પણ વેઈટલિફટિંગ સ્પર્ધામાં જીતમેળવીને ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો હતો.

   ભારતીય મહિલા હોકી ટીમે મેચમાં વેલ્સને હરાવીને શાનદાર કમબેક કર્યું હતું. બીજી મેચમાં ભારતની મહિલા હોકી ટીમે મલેશિયાને 4-1થી પરાજિત કરી દીધું હતું. મેડલ જીતવા માટે ભારતે આ મેચ જીતવી અત્યંત જરૂરી હતી. ભારત હાલમાં મેડલ જીતવાની હરોળમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ઈંગ્લેન્ડ પ્રથમ સ્થાને અને ઓસ્ટ્રલિયા બીજા સ્થાન પર છે.