કોમનવેલ્થ રમતોત્સવનો શુભ આરંભ – મીરાબાઈ ચાનુએ 80 કિલોગ્રામ વજન ઊપાડીને વિક્રમ સર્જ્યો !

0
149
Reuters

કોમનવેલ્થ રમતોત્સવનો શુભારંભ ભારતીય રમતવીરો માટે શુકનવંતો નીવડ્યો છે. વેઈટ લિફટિંગની સ્પર્ધામાં 48 કિલોની કેટેગરીમાં મીરાંબાઈ ચાનુએ 80 કિલોગ્રમ વજન ઊપાડીને વિક્રમ સર્જ્યો હતો. પુરુષોની સ્પર્ધામાં ગુરૂરાજાએ 56 કિલોની કેટેગરીમાં 138 કિલોગ્રામ વજન ઊપાડીને સિલ્વર ચંદ્રક હાંસલ કર્યો હતો. મીરાબાીએ ગોલ્ડમેડલ મેળવ્યો હતો. કોમનવેલ્થ રમતોત્સવ-2018નો આ પહેલો ગોલ્ડમેડલ છે.ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોલ્ટશહેરમાં 21મી કકોમનવેલ્થ ગેમ્સનો ઉત્સાહ -ઉમંગ અને ગીત -સંગીત સાથે આરંભ કરવામાં આવ્યે હતેો. આ રમતોત્સવમાં કુલ 71 દેશોના આશરે 4500થી વધુ ખેલવીરો ભાગ લઈ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સના સભ્ય દેશો અને ખેલાડીઓ પોતાના રાષ્ટ્રધ્વજને ફરકાવતા સ્ટેડિયમમાં પઘાર્યા હતા. રિયો ઓલમ્પિકમાં રજત ચંદ્રક મેળવનાર બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ હાથમાં ત્રિરંગા રાષ્ટ્રધ્વજ સાથે ભારતનું નેતૃત્વ કર્યું હતું