કોમનવેલ્થ ગેમ્સ 2018ઃ વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓનો ડંકો

0
966
ઓસ્ટ્રેલિયામાં આઠમી એપ્રિલે ગોલ્ડ કોસ્ટમાં સેરેરા સ્પોર્ટ્સ એરેના 1માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફટિંગમાં મહિલાઓની 69 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં પરફોર્મ કરતી ભારતની પૂનમ યાદવ.

 

ઓસ્ટ્રેલિયામાં આઠમી એપ્રિલે બ્રિસ્બેનમાં બેલમોન્ટ શૂટિંગ સેન્ટરમાં મહિલાઓની દસ મીટર એર પિસ્તોલની ફાઇનલના ગોલ્ડ મેડલિસ્ટ મનુ ભાકર (ભારત) અને સિલ્વર મેડલિસ્ટ હીના સિધુ (ભારત)
ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટમાં નવમી એપ્રિલે સેરેરા સ્પોર્ટ્સ એરેના 2માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં મિક્સ્ડ ટીમ મેડલ સમારંભમાં મેડલો સાથે પોઝ આપી રહેલી ગોલ્ડ મેડલિસ્ટ ભારતીય ટીમ

.

ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટમાં આઠમી એપ્રિલે સેરેરા સ્પોર્ટ્સ એરેના 2માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ભારત વિરુદ્ધ સિંગાપોર વચ્ચે રમાયેલી મિકસ્ડ ટીમ સેમી ફાઇનલ 1માં વીમેન્સ સિંગલ્સ મેચમાં ભારતીય ખેલાડી સાઇના નેહવાલ.
ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટમાં આઠમી એપ્રિલે એન્ના મિયર્સ વેલોડ્રોમમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ 100 મીટર ટાઇમ ટ્રાયલમાં ભારતના સનુરાજ સાનંદરાજે ભાગ લીધો હતો.
ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટમાં આઠમી એપ્રિલે ઓક્સનફોર્ડ સ્ટુડિયોઝમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં વીમેન્સ ટીમ ગોલ્ડ મેડલ મેચમાં ગોલ્ડ મેડલ જીતીને વિજેતા થયેલી ટીમ ઇન્ડિયાના સભ્યો ઉજવણી કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટમાં છઠ્ઠી એપ્રિલે સેરેરા સ્પોર્ટ્સ એન્ડ લેઇઝર સેન્ટરમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં વીમેન્સ 53 કિલોગ્રામ ફાઇનલમાં મેડલ એનાયત સમારંભમાં ભારતની ગોલ્ડ મેડલિસ્ટ સંજિતા ચાનુ ખુમુકચામ ખુશખુશાલ મુદ્રામાં નજરે પડે છે.
ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટમાં સાતમી એપ્રિલે સેરેરા સ્પોર્ટ્સ એરેના 1માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ 85 કિલો મેડલ સમારંભમાં ભારતનો ગોલ્ડ મેડલિસ્ટ વેંકટ રાહુલ રગાલા ઉજવણી કરી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટમાં સાતમી એપ્રિલે સેરેરા સ્પોર્ટ્સ એરેના 1માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ 77 કિલો ફાઇનલમાં વિજેતા થયેલો ભારતનો ગોલ્ડ મેડલિસ્ટ સતીશ કુમાર શિવાલિંગમ.