કોફી વિથ કરણમાં મહિલાઓ વિષે  વિવાદાસ્પદ અને અશોભનીય નિવેદન કરનારા યુવા ક્રિકેટરો હાર્દિક પંડયા અને કેએલ રાહુલને ટેસ્ટમેચની ટીમમાંથી તાત્કાલિક ધોરણે બાકાત કરી દેવામાં આવ્યા હતા… શ્રીસંથે એ બન્ને ક્રિકેટરોની તરફેણ કરી હતી…

1
948
Reuters

મેચ-ફિકસીંગના કેસમાં ભારતીય ક્રિકેટ ટીમમાંથી બરતરફ કરાયેલા શ્રીસંતે  તાજેતરમાં નિવેદન કરીને હાર્દિક પંડયા અને કેએલ રાહુલની તરફેણ કરી હતી. શ્રીસંતે જણાવ્યું હતું કે, જે કંઈ થયું તે બહુ ખોટું થયું છે. હવે નજીકના સમયમાં જ વર્લ્ડ કપની મેચ આવી રહી છે. હાર્દિક અને રાહુલ – બન્ને બહુજ સારા ખેલાડીઓ છે. તેમની અત્યારે વલ્ર્ડ કપની મેચ માટે ભારતની ક્રિકેટ ટીમને બહુ જરૂર પડશે. તેમણે ભૂલ કરી છે, તેઓ બેજવાબદારીથી વર્ત્યા છે. પરંતું ભૂલતો દરેક વ્યક્તિથી થાય છે. એમને માફ કરીને રમવા માટે બીજો ચાન્સ આપવો જોઈએ. એમનાથી પણ વધુ ગંભીર ભૂલો કરનારા કોઈને  કદી કોઈ સજા નથી થઈ. તે લોકો હજી ટીમમાં રમે જ છે. તેમને ટીમમાંથી કાઢી મૂકવા માં નથી આવ્યા, એજ રીતે હાર્દિક અને રાહુલને પણ સેકન્ડ ચાન્સ મળવો જ જોઈએ.