કોન્સેપ્ટ મેડિકલ ઇન્ક.માં ડો. કિરણ પટેલનું 60 મિલિયન ડોલરનું રોકાણ

ન્યુ યોર્કઃ ફલોરિડાના ટેમ્પામાં વસતા ભારતીય અમેરિકન ડો. કિરણ પટેલે કોન્સેપ્ટ મેડિકલ ઇન્ક.માં 60 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. ડો. કિરણ પટેલે કોન્સેપ્ટ મેડિકલ ઇન્ક.ની ઇન્વેસ્ટિગેશનલ ડિવાઇસ એક્ઝેમ્પશનમાં દુનિયાના પ્રથમ સિરોલીમ્યુસકોટેડ બલૂન માટે આ રોકાણ કરેલું છે, જેના પરિણામે કંપની સુરતમાં મેન્યુુફેક્ચરિંગ સબસિડિયરી છે અને એનવિઝન સાયન્ટિફિક પ્રાઇવેટ લિમિટેડ તરીકે જાણીતી છે. તે પોતાનું વડુ ંમથક મિયામીથી ટેમ્પા ખસેડશે. અખબારી યાદી મુજબ કોન્સેપ્ટ મેડિકલ ઇન્ક. દ્વારા તેઓના સિરોલિમુસ-કોટેડ બલૂન માટે ઇન્વેસ્ટિગેશનલ ડિવાઇસ એક્ઝેમ્પશન માટે એફડીએનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આઇડીઇ દ્વારા સલામત અને અસરકારક ડેટા એકઠો કરવાના ક્લિનિકલ સ્ટડી માટે ઇન્વેસ્ટિગેશનલ ડિવાઇસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ટેમ્પા બે ટાઇમ્સ રિપોર્ટના જણાવ્યા મુજબ ડો. કિરણ પટેલનું રોકાણ કાર્ડિયાક ડિવાઇસોની ક્લિનિકલ સ્ટડીઝ માટે ઉપયોગમાં લેવાશે, જે હાર્ટ બ્લોકેજનું જોખમ ઘટાડે છે અને લોહી પાતળું કરવા માટેની દર્દીની જરૂરિયાત હોય છે તેનો સમયગાળો પણ ઘટાડે છે. ડો. કિરણ પટેલ કાર્ડિયોલોજિસ્ટ અને ઉદ્યોગસાહસિક છે. તેમણે જણાવ્યું કે હું સીએમઆઇનો હિસ્સો બનતાં ગૌરવની લાગણી અનુભવું છું. આ રોકાણ પ્રાથમિક સ્તરે ખાતરી આપે છે કે આપણે એફડીએની મંજૂરી મેળવી શકીએ છીએ અને જરૂરી સાધનો સ્થાપવા યુરોપમાં અભ્યાસ પણ કરી શકીએ છીએ.