કોચીમાં યોજાઈ આઈપીઍલ-૨૦૨૩ની મિની એક્શન પ્રક્રિયા

 

કોચ્ચિઃ કોચીમાં આયોજિત આઇપીઍલ ૨૦૨૩ મિની ઓક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તમામ ૧૦ ટીમોઍ પોત-પોતાના સ્લોટ પૂરા કર્યા. આઇપીઍલના ઇતિહાસમાં આ વખતે સૌથી મોંઘો ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન વેચાયો. તેને પંજાબ કિંગ્સે રૂ. ૧૮.૫૦ કરોડમાં ખરીદ્યો. સૌથી મોંઘો હોવાનો અગાઉનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના ક્રિસ મોરિસના નામે હતો. તેને રૂ. ૧૬.૨૫ કરોડ મળ્યા હતાં. બીજી તરફ બીજા નંબરે કેમરૂન ગ્રીન રહ્ના. તેને મુંબઇ ઇન્ડિયન્સે રૂ. ૧૭.૫૦ કરોડમાં ખરીદ્યો. ત્રીજા નંબરે સૌથી મોંઘો ખેલાડી રહ્ના ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ. ચેન્નાઇ સુપર કિંગ્સે રૂ. ૧૬.૨૫ કરોડમાં ખરીદ્યો. વેસ્ટ ઇન્ડિઝના હાર્ડ હિટર વિકેટકિપર બેટ્સમેન નિકોલસ પૂરનને લખનૌ સુપર જાયન્ટ્સે રૂ. ૧૬ કરોડમાં ખરીદ્યો. આઇપીઍલ હરાજીના ઇતિહાસમાં પુરન વિકેટકીપર તરીકે અત્યાર સુધીનો સૌથી મોંઘો વેચાયો છે. આ પહેલા સૌથી વધુ કમાણી કરનાર વિકેટકીપર મુંબઇનો ઇશાન કિશન રૂ. ૧૫.૨૫ કરોડ હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદે હૈરી બ્રુક પર પૈસાનો વરસાદ કર્યો. હૈરી રૂ. ૧૩.૨૫ કરોડમાં ખરીદ્યા. આ ઉપરાંત હૈદરાબાદે મયંક અગ્રવાલને રૂ. ૫.૨૫ કરોડમાં ખરીદ્યો. ઍવું માનવામાં આવી રહ્નાં છે કે હૈદરાબાદ મયંકને કેપ્ટન બનાવી શકે છે. અફઘાનિસ્તાનનો સ્પિનર અલ્લાહ મોહમ્મદ આઇપીઍલનો સૌથી યુવાન ક્રિકેટર બન્યો છે. તેને માત્ર ૧૫ વર્ષની વયે વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગમાં રમવાની તક મળી છે. જ્યારે ૪૦ વર્ષીય અમિત મિશ્રા સૌથી વધારે વયના ખેલાડી તરીકે વેચાયો છે.

આઇપીઍલ ૨૦૨૩ના ૧૬મા સીઝનમાં કુલ ૧૦ ટીમોઍ પોતાના સ્કવોડમાં ૧૮થી ૨૫ ખેલાડીઓને સ્લોટ પૂરા કર્યા. તેમાં ૮ વિદેશી પ્લેયર પણ સામેલ છે. હરાજીમાં મોટા નામોમાં શાકિબ-અલ-હસન અને ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને બાદ કરતાં તમામ ખેલાડીઓ મોંઘા ભાવમાં વેચાયા. કેન વિલિયમસનને ગુજરાત ટાઇટન્સે રૂ. ૨ કરોડમાં ખરીદ્યો. બીજી તરફ શાકિબ-અલ-હસન કોલકાતાની સાથે જ રહેશે.

પંજાબ કિગ્સે ૧૮.૫૦ કરોડમાં ખરીદ્યો, અગાઉ આ રેકોર્ડ ક્રિસ મોરિસના નામે હતો જે ૧૬.૨૫ કરોડમાં વેચાયો હતો. કેમરૂન ગ્રીન ૧૭.૫, બેન સ્ટોક્સ ૧૬.૨૫ કરોડમાં વેચાયો. પૂરન આઇપીઍલ ઇતિહાસનો સૌથી મૂલ્યવાન વિકેટકીપર બન્યો. અફઘાનિસ્તાનનો ૧૫ વર્ષીય અલ્લાહ મોહમ્મદ સૌથી યુવાન ખેલાડી રહ્ના. આઇપીઍલમાં ૩ વખત હેટ્રીક લઇ ચૂકેલ ૪૦ વર્ષીય અમિત મિશ્રા સૌથી વધુ વયનો ખેલાડી. ૮૭ સ્લોટ માટે બોલી બોલાઇ, પાંચ ખેલાડીઓ પર ૧૦ કરોડથી વધુની બોલી તમામ ૧૦ ટીમોઍ પોતાના સ્લોટ પૂરા કર્યા.