કોઈ પણ ભારતીય જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકશે, પણ લદાખમાં નહીં

 

નવી દિલ્હીઃ મંગળવારે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં જમીન માલિકી અધિનિયમ સંબંધિત કાયદામાં મોટું સંશોધન કરતા નવા જમીન કાયદાનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. આ નોટિફિકેશન બાદ કોઈ પણ ભારતીય જમ્મુ અને કાશ્મીરમાં જમીનની ખરીદ-વેચાણ કરી શકે છે જો કે હાલ લદાખમાં આવું શક્ય બની શકશે નહીં. 

કેન્દ્ર સરકારના નવા નોટિફિકેશન મુજબ જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન કાયદો તત્કાળ પ્રભાવથી લાગુ થાય છે પરંતુ લદાખમાં હાલ લાગુ કરાયો નથી. તેનું કારણ છે લદાખના નેતાઓ અને સરકાર વચ્ચે ગત મહિને થયેલી વાતચીત. આ દરમિયાન ન્ખ્ઘ્ પર ભારત-ચીન ઘર્ષણને જોતા કલમ ૩૭૧ કે છઠ્ઠી અનુસૂચિની માગણી કરાઈ. કલમ ૩૭૧માં છ પૂર્વોત્તર રાજ્યો સહિત કુલ ૧૧ રાજ્યો માટે ખાસ જોગવાઈ છે. જેથી કરીને તેમની સાંસ્કૃતિક ઓળખ અને આર્થિક હિતોની રક્ષા થઈ શકે. લદાખના નેતાઓનું કહેવું છે કે તેમની ૯૦ ટકા વસ્તી આદિવાસી છે આથી તેમના અધિકારોની રક્ષા કરવી પડશે. આ જ પ્રકારની જોગવાઈ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પહેલેથી લાગુ છે. આ રાજ્યોમાં અન્ય રાજ્યોના લોકો દ્વારા જમીન ખરીદવા પર પ્રતિબંધ છે. 

આ સાથે જ આમ ન થાય તો ન્ખ્ણ્ઝ઼ઘ્ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચેતવણી અપાઈ હતી. દિલ્હીમાં ભાજપના નેતાઓ દ્વારા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ અને જી. કિશન રેડ્ડી સહિત વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક બાદ સ્થાનિક નેતાઓને આશ્વાસન અપાયું હતું કે તેમની માગણીઓ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ ન્ખ્ણ્ઝ઼ઘ્માં ભાજપની જીત થઈ અને ૨૬માંથી ૧૫ બેઠકો મળી. જ્યારે કોંગ્રેસને માત્ર ૯ સીટ મળી.