કોંઢ(ધ્રાંગધ્રા)ગામે રાજ્યપાલ દ્વારા કોમ્પ્યુટર સહિત પુસ્તકાલયનું લોકાર્પણ 

 

ધ્રાંગધ્રાઃ ધાંગ્રધ્રા પંથકના સેંકડો વિધ્યાર્થીઓના લાભાર્થે મુળ કોંઢ ગામના વતની ચીમનલાલ મકનજી વ્યાસની યાદમાં ઉત્કર્ષ હેલ્થ કેર ફાઉન્ડેશન ઈન્ડિયા દ્વારા કોંઢ ગામના વિકાસ માટે કામગીરી હાથ ધરી છે. 

હિમાંશુ ચી. વ્યાસ પરિવાર દ્વારા કોંઢમાં હજારો પુસ્તકોના સંગ્રહ સાથે પુસ્તકાલય, ઈન્ટરનેટ સાથે આધુનિક કોમ્પ્યુટર લેબ લોકહિતાર્થે બનાવી છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા આ લાયબ્રેરી ખુલ્લી મુકવામાં આવી હતી. 

આ પ્રસંગે રાજ્યપાલ સાથે મંત્રી કિરીટસિંહ, ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ, વિરેન્દ્રસિંહ, પરસોત્તમભાઈ, કિર્તીસિંહ તેમજ દેવપાલસિંહ, કુસુમ કૌલ વ્યાસ, હિમાંશુ વ્યાસ અને સરપંચ સહિત મોટી સંખ્યમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. કોંઢ ગામમાં આધુનિક સુવિધા સાથે લાઈબ્રેરી શરૂ કરાતા ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી છે.