કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ યુવા નેતાઓ પક્ષ છોડી રહ્યા છે..

 

        વરસોથી ચાલી આવતી એક જ પરિવારની શાસન પધ્ધતિથી  હવે કોંગ્રસમાં આંતરિક વિદ્રોહ જાગી રહ્યો છે. યુવા નેતા ને કોઈ જ માર્ગદર્શન કે પ્રોત્સાહન મળતું નથી. પક્ષના અગ્રણી દિશાશૂન્ય છે. પક્ષમાં આંતરિક કલહ વધી રહ્યો છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વ સામે અનેકને વિરોધ છે. આ વિરોધ ક્રમશ સપાટી પર આવી રહ્યો છે. કોંગ્રેસના પ્રતિભાશાળી નેતા જયોતિરાદિત્ય સિંધિયા મહિનાઓ પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. હવે બીજા તેજસ્વી ને વગદાર યુવા નેતા જિતિન પ્રસાદ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના યુવા નેતા મિલિન્દ દેવરા, રાજસ્થાનના અગ્રણી યુવા નેતા સચિન પાયલોટ , હરિયાણાના દીપેન્દ્ર હુડા પણ કોંગ્રસના મોવડીમંડળની કાર્ય- પધ્ધતિથી સખત નારાજ છે. તાજેતરમાં પાંચ રાજયોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસનો પરાજય થયો હતો. હવે પક્ષમાં વધતા અસંતોષને જો સમયસર દૂર કરવામાં નહિ આવે તો પક્ષમાં ભાગલા ને વિખવાદ વધી જશે એવી ભવિષ્યવાણી રાજકીય નિરીક્ષકો કરી રહ્યા છે .