કોંગ્રેસ માટે મુસ્લિમો માત્ર મુસ્લિમ, અમારા માટે ભારતીયઃ મોદી

 

નવી દિલ્હીઃ લોકસભામાં ભાષણ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘ્ખ્ખ્ પર જવાબ આપતાં કહ્યું હતું કે કેટલાક લોકો કહી રહ્યા છે કે ઘ્ખ્ખ્ લાવવાની આટલી ઉતાવળ કેમ હતી.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે કેટલાક લોકો આરોપ લગાવે છે કે અમે હિન્દુ-મુસ્લિમમાં ભાગલા પડાવવા માગીએ છે. જે લોકો આવું કહી રહ્યા છે તેઓ ટુકડે-ટુકડે ગેંગની સાથે છે. તેમની સાથે ફોટો પડાવી રહ્યા છે અને તેઓ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. આ લોકોએ દેશના મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી છે કોંગ્રેસ માટે જે લોકો મુસ્લિમ છે તે અમારા માટે ભારતીય છે. તમને યાદ દેવડાવવામાં આવી રહ્યું છે કે અંગ્રેજોને ભારત છોડવાનો નારો આપનારા મુસ્લિમો હતા. સમસ્યા અહીં જ છે, કોંગ્રેસની નજરમાં મુસ્લિમો હંમેશાં મુસ્લિમ જ રહ્યા છે અને અમારી નજરમાં તેઓ ભારતીય છે.

તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે કોઈને વડા પ્રધાન બનવાની જલદી હતી એટલે દેશના ભાગલા પાડવામાં આવ્યા હતા. પંડિત નેહરુ પોતે પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીઓનું રક્ષણ કરવાના પક્ષમાં હતા. શું કોંગ્રેસ માને છે કે નેહરુ સાંપ્રદાયિક હતા અને તેઓ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગતા હતા.

તેમણે વધુમાં કહ્યું હતું કે ઘ્ખ્ખ્ના કારણે હિન્દુસ્તાનના કોઈપણ નાગરિક પર કોઈપણ જાતની અસર થવાની નથી. જે લોકોને દેશની જનતાએ નકારી કાઢ્યા છે તેઓ વોટબેન્કની રાજનીતિ કરવા માટે ભ્રમણાઓ ફેલાવી રહ્યા છે. કોંગ્રેસ લઘુમતીઓનાં નામ પર રોટલા શેકે છે, પણ કોંગ્રેસને દિલ્હીના શીખવિરોધી તોફાનો યાદ નથી. શું શીખો અલ્પસંખ્યક નહોતા. ત્યારે શીખોને સળગાવાયા હતા અને આ આરોપીઓને જેલમાં નહોતા મોકલાયા. જેમના પર તોફાનો ભડકાવવાનો આરોપ છે તેમને તેમણે મુખ્યમંત્રી બનાવી દીધા છે.