કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સિદ્ધુ મૂસેવાલાના પરિજનોને મળ્યા

 

પંજાબઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિવંગત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના પરિવાર સાથે મુલાકાત કરવા માટે તેના પૈતૃક ગામ માણસાના મૂસામાં પહોંચ્યા. મૂસેવાલાના પરિજનોની સાથે મુલાકાત કરીને રાહુલ ગાંધીઍ સિંગરની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું. સિદ્ધુ મૂસેવાલાના પરિવાર સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીઍ ઍક ટ્વીટ પણ કરી. તેમણે લખ્યું કે કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાના માતા-પિતા જે દુઃખમાંથી પસાર થઈ રહ્ના છે તેને વર્ણવું મુશ્કેલ છે. તેમને ન્યાય અપાવવો અમારી ફરજ છે અને અમે અપાવીને રહીશું. તેમણે વધુમાં કહ્નાં કે રાજ્યની કાયદો વ્યવસ્થા સંપૂર્ણ રીતે ભંગ થઈ ચૂકી છે. પંજાબમાં અમન અને શાંતિ જાળવી રાખવી ઍ આમ આદમી પાર્ટીની સરકારના બસની વાત નથી. આ અગાઉ હાલમાં જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ સિદ્ધુ મૂસેવાલાના ઘરે જઈને પરિજનો સાથે મુલાકાત કરી હતી. તેમણે મૂસેવાલાના પિતાને ન્યાય અપાવવાનો  ભરોસો જતાવ્યો હતો. ભગવંત માને કહ્નાં હતું કે અપરાધીઓની ધરપકડ ચાલુ છે. જે પણ દોષિત હશે તેમને કડક સજા મળશે. સિદ્ધુ મૂસેવાલાના માતા-પિતા હાલમાં જ ચંડીગઢમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. તેમણે અમિત શાહ પાસે ગુહાર લગાવી અને સીબીઆઈ તપાસની માંગણી કરી હતી