કોંગ્રેસ નેતા મનહર પટેલની ગુજરાત ખેતી મુદ્દાઓ અંગે મુખ્યમંત્રીને રજૂઆત

 

 

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા અને પ્રવક્તા મનહર પટેલે બોટાદના વર્ષો જુના ગટર, પાણી અને ગંદકીના પ્રશ્ર્નો અને વિકાસના મુદ્દાઓની ગુજરાતના મુખ્યમંત્રી સાથે વિસ્તૃત ચર્ચા કરી તેમજ રાજ્યના ખેડુતોને ખેતીમા બાધા‚પા પડતર પ્રશ્ર્નોની સકારાત્મક સવિસ્તર રજુઆત કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સકારાત્મક અભિગમ અપનાવી કોંગ્રેસ નેતાની રજૂઆતોને ધ્યાનમાં લઈ આ રજુઆતને નિર્ણાયક તબક્કે મુકવા મુખ્યમંત્રી કક્ષાએ ઘટતા હુકમો કરશે એમ જણાવ્યું હતું.

મનહર પટેલે કરેલા સૂચનો અને રજૂઆતોમાં, કૃષિને નફાકારક બનાવવા રાજય સરકાર પુરતી માળખાગત સુવિધા ઉભી કરે અને ખેડુતો મુલ્યવર્ધક આધુનિક ખેતી પદ્ધતિ અપનાવે તે દિશામા નીચે મુજબના રાજય સરકારે જ‚રી નિર્ણયો કરવા આગળ આવે. ખેતીવાડી ખાતામા ગ્રામ સેવકથી લઇને અધિકારી, બીજ નિગમ, બીજ પ્રમાણિત એજન્સી કે કૃષિ યુનિવર્સિટીમા ખેતી મદદનીશથી લઇને સંશોધન વૈજ્ઞાનિકની તમામ ખાલી પડેલ જગ્યા તાત્કાલિક ભરવી અને આ કૃષિ ભરતી માટે એક અલગ બોડઁની રચના કરવામા આવે. ખેતીમા દિવસે લાઈટ આપવી. કેનાલ તૂટવાથી થયેલ નુકશાનનો સર્વે કરી દિન 15માં સહાય ચૂકવવી, વીજ પોલ નુકશાનની સહાયનો ધોરણો નકકી કરવા. ખેડુતોને પાક સંગ્રહ માટે ગોડાઉનમાં સહાય વધારવી. ખોટા કાગળો રજુ કરી સબસીડી લેનાર ખેડુતો કે અધિકારીઓ માટે પણ કડક સજાની જોગવાય નકકી કરવામા આવે. પશુ પાલન વિભાગ દ્વારા ઞ્સ્ધ્ને મોબાઇલ પશુ દવાખાના સોપવામા આવ્યા છે તે સદંતર નિષ્ફળ છે સરકારે આ દિશામા ફેરવિચારણા કરવી જોઇએ. કૃષિ સહાય માટે જે સાધન કે સામગ્રી સરકાર ખાનગી પેઢીઓ પાસેથી ખરીદ કરે છે તેમા એમપેનલ પદ્ધતિ બંધ થાય અને ખેડુતોને ખરાઇ કરી તેમના ખાતામા સીધી સહાય ચુકવાય. ખેડુતોને કોઇપણ પ્રકારની સહાય કે ધીરાણની વહીવટી કામગીરી સરળ કરવામા આવે. કૃષિ આયોગનુ ગઠન થાય તેમા કોટન બોર્ડ, ઓઇલસીડ બોર્ડ અને સ્પાઇસ બોર્ડ જેવા સબ બોર્ડની રચના કરવામા આવે. રાજય સરકાર ગંભીરતાપુર્વક કદમ ઉઠાવે તો ગુજરાતના ખેડૂતોને જ‚રુર કૃષિલક્ષી ઘનિષ્ટ અને નફાકારક ફાયદા થઈ શકે છે.