કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી વાર અરુણ જેટલીને પડકાર કર્યોઃ રાફેલ યુધ્ધ વિમાનની તપાસ સંસદની સંયુક્ત સમિતિને સોંપો. .. આગામી 24 કલાકની સમય અવધિમાં જવાબ આપો….અમે રાહ જોઈએ  છીએ…!

0
932
REUTERS
REUTERS

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વારંવાર કેન્દ્રની ભાજપ સરકારની કામગીરી અને નિર્ણયો બાબત  આક્ષેપોના બાણ ચાલાવતા રહે છે. રાફેલ યુધ્ધ- વિમાનોના સોદા અંગે ભ્રષ્ટાચાર થયો હોવાના મુદા્ને સતત ચગાવ્યા કર્યો છે. તેમણે નાણાપ્રધાન અરુણ જેટલીને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, રાફેલ સોદા અંગેની તપાસ સંસદની સંયુક્ત સમિતિને સોંપો. આ બાબત  24 કલાકની સમયઅવધિમાં ઉત્તર આપવાની તેમણે અરુણ જેટલીને તાકીદ કરી હતી. જો કે પીઢ નેતા અને નાણાંપ્રધાન અરુણ જેટલી રાહુલના નિવેદનોને બાલિશ અને સમજણવિહોણા ગણાવીને હસી કાઢતા રહે છે. દેશની સુરક્ષા વ્યવસ્થા બાબત કોંગ્રેસની સરકારોએ હંમેશા બાંધછોડ કરી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.