કોંગ્રેસને મળેલી હારથી રાહુલ ગાંધી નિરાશ થયા છે, તેઓ  કોંગ્રેસના પ્રમુખપદ પરથી રાજીનામું આપવા માગે છે, પણ શશી થરુર તેમને રાજીનામું ના આપવાની સલાહ આપે છે…

0
947

 

     શાસક કોંગ્રેસના નેતા શશી થરુર કેરળમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજયી થનારા શશી  થરુરે રાહુલ ગાંધીને કોંગ્રેસના પ્રમુખપદનું રાજીનામું નઆપવા વિનંતી કરી હતી . જોકે તેમણે કોંગ્રેસની નીતિઓ અને યોજનાની ટીકા કરી હતી. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર કરેલી ન્યાય યોજના વિષે લોકો હજી પણ પૂરેપૂરું જાણતા નથી. સામાન્ય લોકો સુધી પોતાની વાત પહોંચાડતા કોંગ્રેસને આવડતું નથી. આમ જનતા સાથે સંવાદ સાધવામાં ના આવે, પરસ્પર સમજણ સાથે વિચારોનું આદાન- પ્રદાન ન થાય તો પરિણામ પરાજયમાં આવે છે. શશી થરુરે જણાવ્યું હતું કે ,હું લોકસભામાં વિપક્ષના નેતાની કામગીરી અને પદ સંભાળવા   તૈયાર છું. જો પાર્ટી મને એ તક આપશે તો હું એ સ્વીકારવા તૈયાર છું. રાહુલ ગાંધીએ કોંગ્રેસના પ્રમુખપદ પરથી રાજીનામું ન આપવું જોઈએ. તેમણે પક્ષને વધુ મજબૂત કરવાની કામગીરી કરવી જોઈએ એમ પણ થરૂરે જણાવ્યું હતું.