કોંગ્રેસના સંસદીય નેતા અધીર રંજન ચૌધરી કહે છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ કઈ ભગવાન રામ છે કે એમના સ્વાગત માટે………

0
1075

 

      હજી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમપની ભારત યાત્રાને એક સપ્તાહ બાકી છે. અની અગાઉ જ તેમની મુલાકાત બાબત રાજકીય ક્ષેત્રમાં વિરોધ, વિવાદ, વિધાનો અને વ્યવધાનોની હવા ચાલી રહી છે. અગાઉ એવું જાહેર કરવામાં આવ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત દરમિયાન તેમના સ્વાગત માટે આશરે- 70 લાખ લોકો હાજર રહેશે. અમદાવાદ એરપોર્ટથી શરૂ કરીને મોટેરા સ્ટેડિયમ સુધીના માર્ગમાં લોકો ઠેર ઠેર તેમનું અભિવાદન કરશે. આ બધા શોરબકોરમાં હવે કોંગીના સંસદીય નેતા અઘીરરંજન ચૌધરીનો વિરોધ પણ ભળ્યો છે. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે,  ટ્રમ્પ ભગવાન રામ છે કે, તેમના સ્વાગતચમાટે 70 લાખ લોકો એકઠા કરવા પડો..ટ્ર્મ્પના સ્વાગત માટે આટલી મોટી સંખ્યામાં ભારતીયોને એકઠા કરવાની વળી શી જરૂર છે..તે માત્ર અમેરિકાના પ્રમુખ છે, ભગવાન નથી..અમે ભારતીયો એમની પૂજા કરવા માટે ઊભા રહીશું નહિ.. 

       અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતનું રાજકીય દ્રષ્ટિએ ઘણું મહત્વ છે, ટ્રમ્પની મુલાકાત બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બનશે. વળી આજની પરિસ્થિતિમાં વિશ્વની રાજકીય શતરંજ પર ભારતના પાડોશી રાષ્ટ્રો અને ભારતના પ્રતિસ્પર્ધી દેશ તેમજ ભારત સાથે ખુલ્લેઆમ શત્રુતા પ્રકટ કરનારા દેશ – આ બધાની ચાલ અને હાલ અંગે ભારતે વિચારવાનું છે. પોતાનું સ્થાન મજબૂત કરવાનું છે. દેશના રાજકીય અને આર્થિક હિતોની રક્ષા કરવાની છે. એટલે માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ કરવો – એ મુદો્ અપનાવીને ટીકા કરનારા રાજકીય નેતાઓ પાસે પરિપકવતા અને સમજણનો અભાવ વરતાય છે.