કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને માજી કેન્દ્રીય પ્રધાન ભરત સિંહ સોલંકી કોરોનાના સકંજામાં: તબિયત લથડી રહી છે.. 

 

    ગુજરાતના કોંગ્રેસી અગ્રણી તેમજ વરિષ્ઠ કોગ્રેસી નેતા અને પીઢ રાજકારણી માધવ સિંહ સોલંકીના પુત્ર ભરત સિંહ સોલંકી કોરોના પોઝિટિવ હોવાની જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ બગડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમના પર પ્લાઝમા થેરપી પણ કરવામાં આવી હતી.તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી પૂરી થયા બાદ ભરત સિંહ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમના પર દવાઓ અસર કરી રહી નથી. તેમનું શરીર સારવાર અંગે સાથ નથી આપી રહ્યું . તેમને વડોદરાથી અમદાવાદની ખાનગી હોસિપટલમાં વેન્ટિલેટર પર રાખવામાં છે. ચૂંટણી પૂરી થયા બાદ તો અન્ય ધારાસભ્યો સાથે અંબાજી દર્શને ગયા હતા. ત્યાં જ એમને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું હતું.