કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મલ્લિકાર્જુન ખડગેની જંગી બહુમતીથી જીત્યા

 

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મલ્લિકાર્જૂન ખડગે જીત્યા છે. કોંગ્રેસને ૨૪ વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના અધ્યક્ષ મળ્યા છે. ખડગેને ૭,૮૯૭ મત મળ્યા હતા જ્યારે શશી થરૂરને ૧,૦૭૨ મત મળ્યા હતા. ખડગેઍ ૮ ગણા વધુ મતથી જીત પ્રાપ્ત કરી છે. ૯૫૦૦ જેટલા સભ્યોઍ મતદાન કર્યા પછી કોંગ્રેસના પ્રમુખ માટેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ઍંસી વર્ષીય મલ્લિકાર્જુન ખર્ગે જીતે કે ૬૬ વર્ષીય શશી થરૂર ઍક ચીજ નક્કી છે કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના છેલ્લા ૨૪ વર્ષમાં પ્રથમ વખત નેહરૂ કે ગાંધી કુટુંબની બહારની વ્યક્તિ પ્રમુખ તરીકે  મળ્યા છે.

કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન અોથોરિટી (સીઇઍ)ઍ ચૂંટણીમાં ૩૬ મતદાન મથક પર ૬૭ બૂથ બનાવ્યા હતા. દર ૨૦૦ ડેલિગેટ્સ દીઠ ઍક બૂથન હિસાબે બનાવાયા હતા. ભારત જોડો યાત્રામાં સામેલ રાહુલ ગાંધી સહિત ૪૭ ડેલિગેટ્સે કર્ણાટકના બેલ્લારીમાં મતદાન કર્યું હતું. ત્યાં યાત્રાશિબિરમાં કેટલાક બૂથ બનાવાયા હતા. ચૂંટણીનું પરિણામ જાહેર કરાયા પછી રાહુલ ગાંધીઍ કહ્નાં હતું કે હવે પક્ષસંગઠનમાં મારી ભૂમિકા નક્કી કરશે.

મલ્લિકાર્જુન ખડગેને અભિનંદન આપવા માટે નેતાઓ અને કાર્યકરો તેમના ઘરે પહોંચવા લાગ્યા હતા. કર્ણાટકના ગુલબર્ગાના કોંગ્રેસના નેતાઓ ખડગેના ઘરે પહોંચી ગયા છે. 

કોંગ્રેસના ૧૩૭ વર્ષના ઈતિહાસમાં માત્ર છ વખત પ્રમુખ માટે મતદાન કરવાની જરૂર પડી છે. સોનિયા ગાંધીઍ વયના કારણે અને ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ રાહુલ ગાંધીઍ પક્ષના પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધા બાદ આ જગ્યા ખાલી પડી હતી. બે વર્ષ દરમિયાન કેટલીયે વખત નવા નેતાની પસંદગી પહેલા રાહુલ ગાંધીને ફરીથી પ્રમુખપદ સંભાળી લેવા માટે વિવિધ નેતાઓઍ વિનંતી કરી હતી પણ રાહુલ ગાંધીઍ તેનો અસ્વીકાર કર્યો હતો. અત્યારે સોનિયા ગાંધી પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે કાર્યભાર ચલાવી રહ્ના છે. 

બીજી તરફ, ખડગે અને શશી થરૂરના ચૂંટણીના પ્રચાર દરમિયાન ઍવી વાતો સપાટી ઉપર આવી હતી કે પ્રમાણમાં યુવાન અને પોતાની વાત સ્પષ્ટ રીતે કરવા માટે જાણીતા થરૂર સામે ખર્ગેને ગાંધી પરિવારના સભ્યોઍ જ પ્યાદા તરીકે મુક્યા છે. જોકે, પક્ષ વતી આ વાતનો સત્તાવાર ઇનકાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે મતદાન બાદ આડ્ઢર્યજનક પરિણામ આવશે ઍવી આગાહી કરી છે. જોકે, થરૂરની તરફેણ કરનાર આ નેતાઍ ઍમ પણ જણાવ્યું હતું કે નવા અધ્યક્ષ બન્યા બાદ ગાંધી પરિવારના સૂચનો કે તેમની અવગણના કરવી કોંગ્રેસ પાર્ટી માટે શક્ય નથી. 

વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે માત્ર બે રાજ્યોમાં સરકાર ચલાવતી અને ૫૪ જેટલા જ સાંસદો ધરાવતી કોંગ્રેસ પોતાની જૂની ઓળખ ઉભી કરવા માટે તત્પર છે ત્યારે નવા પ્રમુખની ચુટણી પક્ષના ભવિષ્ય માટે અત્યંત જરૂરી હતી.