કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એમનાં દાદી ઈન્દિરા ગાંધીના શાસનકાળમાં લાદવામાં આવેલી કટોકટી ( ઈમરજન્સી ) ના પગલાને ખોટું અને ભૂલભરેલું ગણાવ્યું હતું…

 

    કોર્નેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પ્રધ્યાપક કૌશિક બસુ સાથે ચર્ચામાં ભાગ લેતા રાહુલ ગાંધીએ ઉપરોક્ત વિધાન કર્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ઈમરજન્સી એક ખોટું પગલું હતી, પરંતુ એ સમયે જે બન્યું હતું તે અને આજે દેશમાં જે થઈ રહ્યું છે – એમાં બહુ ફરક છે. કોંગ્રેસ પાર્ટીએ કોઈપણ વખત ભારતના બંધારણીય માળખાને હસ્તગત કરવાની કોશિશ કરી નથી. અમારી કોંગ્રેસ પાર્ટીનું માળખું  જ અમને એવું કરવાની પરવાનગી નથી આપતું. . અમે ઈચ્છીએ તો પણ એવું પગલું ભરી શકતા નથી. કોંગ્રેસે કદી પણ સંસ્થાનોનો ફાયદો લેવાની કોશિશ કરતી નથી. વર્તમાન સરકાર દેશની લોકતાંત્રિક વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહી છે. દરેક સંસ્થાની સ્વતંત્રતા પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આરએસએસ દરેક જગ્યાએ ધુસણખોરી કરી રહી છે. કોર્ટ, ઈલેકશન કમિશન જેવી સ્વતંત્ર સંસ્થાઓ પર એક જ પ્રકારની વિચારસરણી ધરાવનારા લોકોનો કબ્જો છે. મીડિયાથી શરૂ કરીને અદાલતો સુધી – દરેક પર આક્રમણ કરવામાં આવી રહ્યું છે. સંસદમાં ચર્ચા દરમિયાન અમારું માઈક બંધ કરી દેવામાં આવે છે, જેથી અમે ચર્ચામાં ભાગ ના લઈ શકીએ. લોકતંત્ર પર હુમલો કરવામાં આવે છે. મણિપુરમાં રાજ્યપાલ ભાજપની મદદ કરી રહ્યા છે. પોંડિચેરીમાં રાજ્યપાલ કોઈ પણ બિલ પસાર થવા દેતા નથી, કારણ કે તેઓ આરએસએસ સાથે સંકળાયેલાં છે. ભાજપ, બસપા, અને સમાજવાદી પાર્ટીમાં આંતરિક માળખું લોકતાંત્રિક નથી. કોઈ પણ એમને સવાલ પૂછતું નથી કે આવું આપખુદ વર્તન કેમ ચાલે છે. પરંત કોંગ્રસને આ પ્રકારના સવાલો પૂછવામાં આવે છે. એનું કારણ એ છેકે, કોંગ્રેસ એક ચોક્કસ વિચારધારા ધરાવતી પાર્ટી છે. અમારા પક્ષની વિચારધારા એ દેશના સંવિધાનની વિચારધારા છે. અમારા માટે લોકતાંત્રિક વ્યવસ્થામાં રહેવું ખૂબ જ અનિવાર્ય છે.