કોંગ્રેસના નેતાએ વડા પ્રધાન મોદીના વખાણ કરીને બધાને ચોંકાવ્યા

 

 

નવી દિલ્હીઃ કોંગ્રેસ ભલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલીની ટીકા કરે પરંતુ તેમના જ કેટલાક નેતાઓને હવે સાચા ખોટામાં અંતર સમજાવવા લાગ્યું છે. પાર્ટીના દિગ્ગજ નેતા ગણાતા આનંદ શર્માએ ટ્વીટ કરીને કોરોના વેક્સિન બનાવી રહેલી કંપનીઓની મુલાકાત બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે તેનાથી કોરોના યોદ્ધાઓનું મનોબળ વધશે. અત્રે જણાવવાનું કે આનંદ શર્મા પાર્ટીના પ્રવક્તા છે અને કોંગ્રેસના ૨૩ નેતાઓના સમૂહમાં સામેલ છે જેમણે પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાની માગણી કરી હતી. આ અગાઉ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પર સવાલ ઉઠાવ્યા હતા. હવે આનંદ શર્મા નરેન્દ્ર મોદીના વખાણ કરીને સ્પષ્ટ કરી દીધું છે કે આ મામલે તેમનું સ્ટેન્ડ પાર્ટી કરતા બિલકુલ અલગ છે.