

અમેઠીમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો તો માત્ર પોતાનો પ્રચાર કરવા માટે અમેઠી આવે છે અને 4 કલાકમાં પાછા જતા રહે છે. અમેઠી તો અમારું ઘર છે. અમારો પરિવાર છે.
તેમણે કહ્યું હતું કે, હાલમાં તો હું રાહુલ ગાંધીનો ચૂંટણી પ્રચાર કરી રહી છું. પણ મારો પક્ષ મને આગ્રહ કરશે તો હું જરૂર ચૂંટણી લડીશ. તેમણે કહયું હતું કે, લોકસભાની આ ચૂંટણી એ તો દેશને બચાવવાની ચૂંટણી છે. હમણા તો અમે પૂર્વાંચલના રાજ્યો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોંગેસ પક્ષ જો સત્તામાં આવશે તો રાહુલ ગાંધી જ વડાપ્રધાન બનશે એમ તેમણે જણાવ્યું હતું.