કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા ભાજપમાં જોડાયા

 

ગાંધીનગર: સૌરાષ્ટ્ર કોંગ્રેસના અગ્રણી અને જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા આજે તેમના સેંકડો ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા. 

છેલ્લા ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલી ઉથલપાથલમાં જૂનાગઢના કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ તાજેતરમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આશ્ર્ચર્યજનક રીતે વિધાનસભ્યના અધ્યક્ષા નીમાબહેન આચાર્યએ રાજીનામું ત્વરીત રીતે સ્વીકારી લીધું હતું. 

બાદમાં હર્ષદ રીબડીયા આજે ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે તેમના સંખ્યાબંધ ટેકેદારો સાથે ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો હતો.