કોંગ્રસ પ્રમુખ સોનિયા ગાંધીએ કોંગ્રસશાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે તાકીદની બેઠક યોજી..

0
662

 

    કોંગ્રેસના અગ્રણી નેતા સોનિયા ગાંધીએ તાજેતરમા  વિડિયો કોન્ફરન્સથી મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી હતી. જે જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર શાસન કરી રહીછે તે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો આ બેઠકમમાં હાજહર રહ્યા હતા. ઉપરોક્ત બેઠકમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં તો આખા દેશમાં લગભગ દોઢેક મહિનાથી સંપૂર્ણ લોકડાઊઉન ચાલી રહ્યું છે.કેન્દ્ર સરકારની ગાઈડલાઈન હેઠલ પરસ્પર આદાન- પ્રદાન કરીને કોરોના વાયરસના દર્દીઓની સારવાર તેમજ આમ નાગરિકોના જીવનની સલામતી અને સુરક્ષા માટે તમામ ઉપાયો લેવામાં આવી રહ્યા છે. હજી વડાપ્રધાને ગત સપ્તાહે કરેલા નિર્ણય મુજબ, આગામી 17મે સુધી લોકડાઉનની પરિસ્થિતિ યથાવત રાખવામાં આવી છે. કોરોનાની અસર અને કેસને અનુલક્ષીને દેશના જિલ્લાઓને ગ્રીન, ઓરેન્જ અને રેડ – એ્મ ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ ઝોન પધ્ધતિ લાગુ કરવા અંગે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વિચાર- વિમર્શ કરવામાં નથી આવ્યો એવી ફરિયાદ કોંગ્રસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોએ ઉપરોકત બેઠક દરમિયાન કરીહતી. 17મે બાદ રાજ્યોની શું ગતિવિધિ હશે, રાજયમાં કેવા પગલાં લેવાશે, લોકડાઉનમાં રાજ્યોને કેવા કેવા પ્રકારની છૂટછાટ આપવામાં આવશે , કોંગ્રેસશાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોની કામગીરી કયા પ્રકારની રહેશે – વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.માજી વડાપ્રધાન મનમોહન સિંઘે પણ લોકડાઉન બાદ કેન્દ્ર  સરકારનો આગળનો શું પ્લાન છે તે જાણવાની માગણી કરી હતી.