કોંગ્રસની ઉમેદવાર મુંબઈમાંથી લોકસભાની ચૂંઠણી લડી રહેલી અભિનેત્રી ઉર્મિલા માતોંડકર પૂરજોશમાં પ્રચાર કરી રહી છે… શબાના આઝમી ઉર્મિ્લાને પ્રોત્સાહિત કરી રહી છે…

0
844

 

બોલીવુડનાં પીઢ અભિનેત્રી તેમજ સ્ત્રીસશકતીકરણના હિમાયતી શબાના આઝમી ઉર્મિલા માંતોડકરને સપોર્ટ કરી રહ્યા છે…

હાલમાં જ કોંગ્રેસની સભ્ય બનેલી ઉર્મિલા માતોંડકરને જીતાડવા મહેનત કરી રહ્યા છે. તેઓ ઉર્મિલાની ચૂંટણી સભામાં હાજરી આપે છે અને ચૂંટણી- સભામાં પ્રવચનો આપી લોકોને વિનંતી પણ કરે છે કે , તેઓ ઉર્મિલાને જ મત આપે. શબાના આઝમી અને ઉર્મિલાએ અનેક હિન્દી ફિલ્મોમાં એકસાથે કામ કર્યું છે. ફિલ્મ માસૂમ માં જુગલ હંસરાજની જેમજ  ઉર્મિલા માતોંડકરે પણ કામ કર્યું હતું. શબાના અને ઉર્મિલા માતોંડકર પરસ્પર સારા સંબંધો ધરાવે છે. આથી મુંબઈમાંથી લોકસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલી ઉર્મિલાને હિંમત આપવામાટે શબાના આઝમીએ ટવીટ કરીને કહ્યું હતું કે, આગે બઢો ઉર્મિલા હમ તુમ્હારે સાથ હૈ…