કેલિફોર્નિયા બે એરિયાના ગુજરાતી કલ્ચરલ એસો. દ્વારા વાર્ષિક પિકનિક

0
1412

ફ્રીમોન્ટ (કેલિફોર્નિયા)ઃ અમેરિકા અને બીજા અનેક દેશોમાં ગુજરાતીઓ અને ભારતીયો વસેલા છે, જેમાં ગુજરાતીઓ આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં અગ્રેસર હોય છે. જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત સૂત્ર સાર્થક છે. અહીંયાં બે એરિયામાં મોટી સંખ્યામાં સભ્યો ધરાવતી આ સંસ્થા છે, જેમાં 700 જેટલાં કુટુંબો સભાસદ બનેલાં છે, જેથી 3000 જેટલા માણસો ભાગ લે છે. આ સંસ્થા બે એરિયામાં જૂનામાં જૂની 1979ની સાલમાં સ્થપાયેલી સંસ્થા છે. દર વર્ષની માફક આ વર્ષે પણ 15 જુલાઈને રવિવારના રોજ ફ્રીમોન્ટ શહેરમાં લેક એલિઝાબેથ પાર્કમાં લાયન પાર્ક-2 એરિયામાં સુંદર આયોજન કરાયું હતું. સવારના 10થી 12 સુધી નાસ્તો તેમજ બપોરે એકથી બે લંચ અને સાંજના ડિનર આપવામાં આવ્યું હતું. અંદાજે 1200થી 1400 જેટલા નાગરિકોએ કુટુંબીજનો, મિત્રો સાથે લખલૂટ આનંદ માણ્યો હતો.


આ સમગ્ર પિકનિકની સફળતા એસોસિયેશનના કાર્યકરો, ટ્રસ્ટીઓ, મહેશ પટેલ, ચંદ્રેશ પટેલ, સુધાંશુ પરીખ, સરવરી દીક્ષિત, સૌરિન પટેલ, પ્રમુખ દક્ષેશભાઈ ચોકસી અને મંત્રી તેમ જ સૌ કાર્યકરો અને વોલેન્ટિયરોના અથાગ પરિશ્રમ અને સફળ આયોજનને આભારી છે. સૌ સભ્યોએ ગુજરાતી કલ્ચરલ એસોસિયેશનનો આભાર માન્યો હતો. (માહિતી-ફોટોસૌજન્યઃ સી. બી. પટેલ, ફ્રીમોન્ટ)