કેલિફોર્નિયામાં બરફના તોફાને તબાહી મચાવીઃ ૧૩ શહેરોમાં ઇમરજન્સી

 

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયાના ૧૩ શહેરોમાં બરફના તોફાનના કારણે ઇમરજન્સી લાદવામાં આવી છે. તોફાનમાં ૯ લોકોના મોત થયા છે અને ૧૦૦થી વધુ લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા છે. કેલિફોર્નિયમાં હિમવર્ષાને કારણે ૭૦ હજારથી વધુ ઘરોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી. હવામાન વિભાગે આગામી બે દિવસમાં૧૮-૨૪ ઇંચ હિવર્ષા થવાની આગાહી કરી છે. અગ્રણીય અધિકારીઓઍ જણાવ્યું હતું કે આ અઠવાડિયે રેકોર્ડબ્રેક વરસાદ અને ડિસેમ્બર-ફેબ્રુઆરીમાં હમિવર્ષાના કારણે કેલિફોર્નિયામાં દુષ્કાળની સમસ્યા પણ ઓછી થઇ છે. યુઍસ નેશનલ ઓસેનિક ઍન્ડ ઍટમોસ્ફેરિક ઍડમિનિસ્ટ્રેશને ડ્રાફટ મેપ જાહેર કર્યો હતો. આ મુજબ, કેલિફોર્નિયાનો લગભગ ૧૭ ટકા વિસ્તાર સૂકો નહતો, જયારે બાકીના ઍક તૃતીયાંશ વિસ્તારને પણ સૂકો જાહેર કરાયો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here