કેલિફોર્નિયાના બે એરિયામાં બેપ્સ ચેરિટીઝે યોજેલો વોકગ્રીન 2018

કેલિફોર્નિયાઃ બેપ્સ ચેરિટીઝ દ્વારા વોકેથોન શનિવારના રોજ મિલપિટાસ ટાઉનમાં ચ્ફુ ય્ ન્ફૂરુજ્ઞ્ઁ કાઉન્ટી પાર્કમાં સવારે નવથી એક વાગ્યા સુધી યોજાઈ હતી, જેમાં દરેક સમાજનાં દરેક ઉંમરનાં સ્ત્રી-પુરુષો-બાળકો, યુવાન-યુવતીઓ મોટી સંખ્યામાં ઊમટી પડ્યાં હતાં. આ ત્રીજા વાર્ષિક બેપ્સ ચેરિટીઝના વોકેથોનથી આવતી પેઢી માટે કુદરતી જરૂરિયાતો તથા પૃથ્વી પરની જમીન, પાણી અને વાતાવરણને બચાવવામાં મદદરૂપ થઈ શકશે. આ ચેરિટીઝ દ્વારા 1,65,000 ડોલરનું ભંડોળ આપીને તેમાંથી 1,30,000 ઝાડ (છોડ) રોપવા જેટલું કામ થશે, જેના દ્વારા આ વર્ષના તેમના 2025 સુધીના કુદરતી બચાવ માટેના વૈશ્વિક ટાર્ગેટમાં ઉપયોગી થવામાં મદદરૂપ બનશે. તે ઉપરાંત આ વર્ષે બેપ્સ ચેરિટીઝ વોકેથોન દ્વારા ફરીથી મિલપિટાસ યુનિફાઇડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટને પણ મદદ કરશે, જેથી તે વિસ્તારમાં રહેતા અંદાજે દસ હજાર વિદ્યાર્થીઓને મદદ મળશે.


આ પ્રસંગે મુખ્ય ઉદ્ઘાટક અને મિલપિટાસ સિટીનાં નાયબ મેયર શ્રીમતી માર્સલા ગ્રિલીએ જણાવ્યું હતું કે બેપ્સ ચેરિટીઝનું વાતાવરણ રક્ષણ માટેનું કાર્ય પ્રશંસાને પાત્ર છે, જે આવતી પેઢીનાં બાળકો માટે ખૂબ જ જરૂરી છે.
આ પ્રસંગે દર્શના પટેલ તથા હિરલ શાહે જણાવ્યું કે મુખ્ય હેતુ આ પ્રવૃત્તિ ડાયરેક્ટ વાતાવરણ, સ્કૂલ અને સમાજને અસરકર્તા છે માટે આપને ભાગ લેવાની પ્રેરણા મળી છે.
આ બેપ્સ વૈશ્વિક ચેરિટીઝ નવ દેશોમાં અને પાંચ કોન્ટિનેટ (ખંડ)માં કાર્યરત છે. પાંચ મુખ્ય વિસ્તારોમાં બેપ્સ ચેરિટીઝ તેમનું ધ્યેય નિઃસ્વાર્થભાવે સેવા કરવાનું છે, જેમાં હેલ્થ જાગૃતિ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, માનવતા-વાદી કામો વાતાવરણનું રક્ષણ, બચાવ તથા સમાજના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે, જે વ્યક્તિઓને વૈશ્વિક અને સ્થાનિક સેવા કરવાનું આ પ્રવૃત્તિ દ્વારા તક પૂરી પાડે છે.(માહિતીસૌજન્યઃ સી.બી. પટેલ, બે એરિયા કેલિફોર્નિયા)