કેરળને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ, દેશને પ્રથમ વોટર મેટ્રો મળશે

કેરળઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી ભેટ આપી હતી. આ ઉપરાંત તેમણે દેશની પ્રથમ વોટર મેટ્રો સેવાનું ઉદઘાટન કર્યું હતું. સાથે સાથે તિરુવનંતપુરમમાં ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો અને વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. તેઓ તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશન પહોંચ્યા અને તિરુવનંતપુરમ-કસારાગોડ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રવાના કરાવી હતી.બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં દેશના પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1515 કરોડ છે. પ્રથમ તબક્કામાં 200 કરોડ ખર્ચવામાં આવશે. આ સિવાય વડાપ્રધાને દેશની પ્રથમ વોટર મેટ્રો સેવાનું પણ ઉદઘાટન કર્યું હતું. પોર્ટ સિટી કોચીમાં બનેલ મેટ્રો કોચી શહેરને નજીકના 10 ટાપુઓ સાથે જોડશે.
આ પ્રસંગે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું હતું, વિશ્વકક્ષાની કોચી વોટર મેટ્રો એની યાત્રા માટે તૈયાર છે. એ કોચી અને એની આસપાસના 10 ટાપુને જોડવાનો કેરળનો ડ્રીમ પ્રોજેક્ટ છે. કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટમાં રૂ. 1,136.83 કરોડના ખર્ચે 78 ઇલેક્ટ્રિક બોટ અને 38 ટર્મિનલ્સ છે. આ પ્રોજેક્ટને કેરળ સરકાર અને KFW દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. KFW એ જર્મન ફંડિંગ એજન્સી છે.
આ પ્રોજેક્ટનું નિર્માણ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. શરૂઆતમાં એની પાસે 8 ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બોટ હશે. આ પ્રોજેક્ટનું નિર્માણ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. શરૂઆતમાં એની પાસે 8 ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બોટ હશે. કુલ મળીને કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટમાં 78 ઇલેક્ટ્રિક બોટ અને 38 ટર્મિનલ હશે. આ પ્રોજેક્ટને કેરળ સરકાર દ્વારા જર્મનીના KFWના સહયોગથી ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે, જેમાં 1,137 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
વોટર મેટ્રોમાં મુસાફરીનું ઓછામાં ઓછું ભાડું 20 રૂપિયા છે. એમાં સાપ્તાહિક અને માસિક પાસની પણ સુવિધા હશે. આમાં મુસાફરી કરવા માટે સાપ્તાહિક ભાડું 180 રૂપિયા, માસિક ભાડું 600 રૂપિયા અને ત્રણ મહિનાનું ભાડું 1500 રૂપિયા હશે.
પ્રથમ તબક્કામાં KWM સેવા કોચીમાં હાઇકોર્ટ, વાયપિન ટર્મિનલ્સ અને વૈટિલા કક્કનાડ ટર્મિનલ્સ વચ્ચે શરૂ થઈ. વોટર મેટ્રો દરરોજ 12 કલાક સેવા આપશે. એ દર 15 મિનિટના અંતરે ચાલશે. આ વોટર મેટ્રો ઇકો ફ્રેન્ડલી, ઈલેક્ટ્રિક સંચાલિત અને દિવ્યાંગો માટે સલામત હશે. આ પ્રોજેક્ટ હેઠળની તમામ બોટ વાતાનુકૂલિત હશે, એમાં વિશાળ બારીઓ હશે, જેથી લોકો કેરળના બેકવોટરનો નજારો જોઈ શકે.
આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં હાઇકોર્ટ, વાયપિન ટર્મિનલ્સથી વ્યાટિલા, કક્કનાડ ટર્મિનલ્સ સુધી સર્વિસ શરૂ કરવામાં આવશે. ‘કોચી-1’ કાર્ડનો ઉપયોગ કરીને મુસાફરો કોચી મેટ્રો અને વોટર મેટ્રો બંનેમાં મુસાફરી કરી શકે છે. આ સિવાય તેઓ ડિજિટલ રીતે પણ ટિકિટ બુક કરી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશન પર તિરુવનંતપુરમ અને કાસરગોડ વચ્ચે કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટાયમ, એર્નાકુલમ, ત્રિશુર, પલક્કડ, પઠાનમથિટ્ટા, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ નામના 11 જિલ્લાને આવરી લેશે. કોચી વોટર મેટ્રો ઉપરાંત વડાપ્રધાન ડીંડીગુલ-પલાની-પલક્કડ સેક્શનના રેલ વિદ્યુતીકરણનું પણ ઉદઘાટન કર્યું કર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here