કેરળના મંલપ્પુરમમાં ગર્ભવતી હાથણીના મોતની ઘટનાથી રાજકીય ક્ષેત્ર, ઉદ્યોગજગત , ફિલ્મજગત અને રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ દુખ અને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

 

             કેરળના મલપ્પુરમમાં એક ગર્ભવતી હાથણને ફટાકડા ભરેલું અનનાસ ખવડાવવામાં આવ્યું હતું. જેને કારણે એના મોઢામાં અને સૂંઢમાં ભયંકર ઈજા થઈ હતી. હાથણીના મુખમાં ગયેલા  અનાનસમાંથી ફટાકડા ફૂટતાં હાથણી ગંભીરપણે ઘાયલ થઈ હતી. જેનું  મૃત્યુ થયું હતું. આ સમાચાર જાણીને ફિલ્મ, રમતગમત અને ઉદ્યોગ જગતના અગ્રણીઓએ દુખ, રોષ અને ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી. 

               કેન્દ્રીય નવ- પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, આ અતિ નિર્દય ઘટના છે. ભારતીય સંસ્કૃતિમાં આ પ્રકારના કૃત્યોને સ્થાન નથી. હાથણી સાથે આવું ગુનાહિત કૃત્ય કરનારા ગુનેગારોને શોધવા માટે સરકારે સીનિયર અધિકારીઓની નિમણુક કરી છે. દોષીઓને સખત સજા કરવામાં આવશે. કેરળના મુખ્યપ્રધાન પી. વિજયને જણાવ્યું હતું કે, આ દુખભરી ઘટના છે. અમારી તપાસ ચાલુ છે. અમે  દોષીઓને પકડીને સખત સજા કરીશું. ભાજપાના સંસદ મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે, કેરળમાં દરેક ત્રણ હાથીએ એક હાથીની હત્યા કરવામાં આવે છે. દેશના ટોચના ઉદ્યોગપતિ રતન તાતાએ જણાવ્યું હતું કે, મને એ જાણીને પરેશાની થાય છેકે આરીતે કેટલાક લોકોએ અનાનસમાં ફટાકડાભરીને હાથણને ખવડાવીને એનું મોત નિપજાવ્યું. નિર્દોષ પ્રાણીઓ પ્રતિ આવો ક્રૂર વ્યવહાર યોગ્ય નથી. એ અપરાધ છે., હત્યા છે. ઈરાદાપૂર્વક કરવામાં આવેલી હત્યા છે. આપણે ઈન્સાફની અપેક્ષા રાખીએ છીએ.