કેન્સરની બીમારીથી ગ્રસ્ત અભિનેતા સંજય દત્ત હાલમાં ટ્રીટમેન્ટ માટે વિદેશ જવાના નથી, પણ મુંબઈમાં જ રહીને કેન્સરની સારવાર લેશે…

Reuters

 

      અભિનેતા સંજય દત્ત બોલીવુડના અગ્રણી સ્ટાર છે. મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મથી રાતોરાત તેઓ પ્રસિધ્ધિ અને લોકપ્રિયતાની ટોચે .. પહોંચી ગયા હતા. નિર્દેશક રાજકુમાર હીરાનીની ફિલ્મોમાં ભૂમિકા ભજવીને તેમનું ફિલ્મી કેરિયર સફળતા અને સિધ્ધિને પ્રાપ્ત કરી શક્યું હતું. સંજયને કેન્સર થયું હોવાના સમાચાર જાણીને તેમના લાખો પ્રશંસકો- ચાહકોએ આધાત અને દુખની લાગણી અનુભવી હતી. સંજય દત્ત કેન્સરની સારવાર માટોે અમેરિકા જઈ રહ્યા હોવાની વાત પણ ફેલાઈ હતી. જોકે અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર, સંજય દત્ત હાલમાં અમેરિકા જવાના નથી. તે્ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તેમના અનેક પ્રકારના ટેસ્ટ પણ કરાયા હતા. સિટી સ્કેન, અલ્ટ્રા સાઉન્ડ, બેઝિક બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સંજય દત્તના તબીબ જલીલ પાર્કરના જણાવ્યા અનુસાર, સંજયના જમણી બાજુના ફેફસામાં પાણી ભરાયું હતું. જેને કાઢીને  તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. તેમના ટેસ્ટ કર્યા બાદ પરિણામ આવ્યા પછી તેમને લીલાવતી હોસ્પિટલમાંથી ઘરે જવાની રજા આપવામાં આવી હતી. તબીબોએ આપેલો રિપોર્ટ અને ડાયગ્નોસિસને સંજય દત્ત સેકન્ડ ઓપિનિયન માટે અમેરિકા મોકલવા માગે છે એવું જાણવા મળ્યું હતું.