કેન્સરગ્રસ્ત બાળકોને પૌષ્ટિક આહાર અને રમકડાં અપાયાં

 

અમદાવાદઃ શહેરની જાણીતી કેન્સર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ અસરગ્રસ્ત બાળકોને પૌષ્ટિક આહાર અને રમકડાં આપવાનો કાર્યક્રમ ‘સ્વરૂપા ફાઉન્ડેશન’ અને ‘ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશન’ દ્વારા યોજવામાં આવ્યો હતો.

અમદાવાદમાં એમ. પી. શાહ કેન્સર હોસ્પિટલસ્થિત કેન્સરનાં દર્દીઓને સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં નાના બાળકોને પણ અસાધ્ય એવા કેન્સરની સારવાર પૂરી પાડવામાં આવ છે. કેન્સરગ્રસ્ત બાળકોની ઇમ્યુનિટી વધે અને સાથે તેમનું મન દર્દથી દૂર રહીને અન્ય પ્રવૃત્તિમાં પરોવાય એ હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. ‘સ્વરૂપા ફાઉન્ડેશન’નાં રૂપા શાહ અને ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશનનાં કુસુમ કૌલ વ્યાસે આ ખાસ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં હોસ્પિટલનાં સત્તાવાળાઓ, ડોક્ટરો, નર્સ સહિતનાં લોકોની હાજરીમાં કેન્સરપીડિત બાળકોને પૌષ્ટિક આહાર પહોંચાડ્યો હતો અને બાળકોને વિવિધ રમકડાં આપીને તેમની સાથે લાંબો સમય વ્યતિત કર્યો હતો.