કેન્દ્ર સરકાર   શાળાઓ ખોલવાની તૈયારી કરી રહી છેઃ 

 

…. કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં શાળાઓ ખેલવાની તજવીજ થઈ રહી છે. 9, 10. 11 અને 12મા ધોરણના વિધ્યાર્થીઓ માટે સ્કુલો  ખોલવામાં આવશે. જયારે 1થી 5 ધોરણમાં અભ્યાસ કરનારા બાળકો – જેમની વય 5થી 10 વર્ષની વયના બાળકોની શાળા નહિ ખુલે. દરેક ધોરણના વિધ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની વ્યવસ્થા યોજવાનું નક્કી થઈ રહ્યું છે. સીનિયર સ્કૂલના વિદ્યાર્થીઓ પણ એકસાથે શાળામાં નહિ જઈ શકે. તેમને એકસાથે એક સમયે શાળામાં નહિ આવવા દેવાય. દરેકને માટે જુદા જુદા બેચ બનાવવામાં આવશે. દરેક વર્ગના વિદ્યાર્થીને 15 કે 20ની ટૂકડીમાં શાળામાં બોલાવાશે.જેને રજા હશે તેમને હોમ વર્ક આપવામાં આવશે. દરેક બેચનો શાળામાં આવવા- જવાનો સમય અલગ અલગ રાખવામાં આવશે.