કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર વધારવામાં આવેલા દંડમાં ગુજરાત સરકારે રાહત આપી.

0
1199

 ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધમન કરનાર માટે ભારે દંઢની જોગવાઈ કરતો કાનૂન કેન્દ્ર સરકારે તાજેતરમાં અમલમાં મૂક્યો ત્યારથી દેશભરમાં વાહનચાલકો દ્વારા તેનો જોરશોરથી વિરોધ કરવૈામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારે તેમજ ઉત્તરાખંડની સરકારે દંઢમાં રાહત ઐઆપવાની જાહેરાત કરી દીધી છે. જોકે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ દંડમાં રાહત આપવાની બાબતને બહુ મહત્વ આઐપ્યું નથી. તેઓ માને છેકે દેશના રાજમાર્ગો પર – હાઈવે સહિતના રસ્તાઓ પર થતા નાના- મોટા અકસ્માતો અટકાવવા હોય તો સખત કાયદો અને દંડ અનિવાર્ય છે.વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું ચુસ્ચપણે પાલન કરે તેમાટે આ કરવું જરૂરી છે. જયાંસુધી કાયદાની અંતર્ગત, સખત સજા અને દંડની જોગવાી નહિ હોય ત્યાં સુધી ચાલકો શિસ્તથી વર્તતા નથી. જોકે આ અંગે રાજ્ય સરકાર પોતાને યોગ્ય લાગે તેવો નિર્ણય કરીને કાયદાની જોગવાઈ હેઠળ, દંડની રકમંમાં ઘટાડો કરી શકે છે.