કેન્દ્ર સરકાર દ્વારા એસસી- એસટી એક્ટમાં કરાયેલા સુધારણાનો વિરોધ કરવા સવર્ણોએ આજે ભારત બંધનું એલાન કર્યું હતું…

0
921
Reuters

ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા એસસી- એસટી એકટમાં કરવામાં આવેલા સુધારાનો વિરોધ કરવા માટે આજે સવણોૅના સંગઠનોએ ભારત બંધની હાકલ કરી હતી. જેને કારણે દેશના કેટલાક વિસ્તારોમાં હિંસક બનાવો બન્યા હતા. બિહારમાં તોફાની તત્ત્વોએ ટ્રેનો રોકી હતી. મધ્યપ્રદેશમાં પેટ્રોલ પંપ બંધ રાખવામાં આવ્યા હતા. બિહારના વિવિધ જિલ્લાઓમાં હિંસાના બનાવો બન્યા હતા. મધ્યપ્રદેશમાં ભારત બંધને કારણે સ્કૂલ- કોલેજ બંધ રખાયા હતા. નાલંદામાં આગની ઘટનાઓ બની હતી. રાજસ્થાનના 10 જિલ્લામાં અને મધ્યપ્રદેશના 35 જિલ્લાઓમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા આમજનતાની સુરક્ષા માટેના અનેક પગલાં લેવામાં આવ્યા હતા. દેશના જુદા જુદા ભાગામાં સવારથી જ પરિસ્થિતિ તંગ હતી, સુરક્ષા બંદોબસ્ત વધુ સઘન બનાવવામાં આવ્યો હતો. દેશના કેટલાક રાજ્યોમાં ભારત બંધની અસર વરતાતી  હતી, તો કેટલાક વિસ્તારોમાં જનજીવનમ યથાવત રહયું હતું. સવર્ણ સમાજના અનેક લોકો એ રસ્તા પર દેખાવો યોજ્યા હતા. હરિયાણા સહિત ઉત્તર ભારતમાં ભારત બંધની અસર વધારે દેખાઈ હતી.