કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવી દીધું – રામસેતુ નષ્ટ કરવામાં નહિ આવે…

0
853

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક નિવેદન દાખલ કરીને જણાવ્યું હતું કે, રામસેતુને કોઈ પણ પ્રકારની ક્ષતિ પહોંચાડયા વિના પૂર્વની સમુદ્રીમાર્ગ પરિયોજનાને આગળ વધારવાનો વિકલ્પ સરકાર દ્વારા શોધવામાં આવી રહ્યો છે. ભારતના પૂર્વ અને પશ્ચિમી સામુદ્રિક વિસ્તારની વચ્ચેના જહાજ-  વ્યહવારને વધુ સરળ અને અનુકૂળ બનાવવામાટે હાથ ધરવામાં આવેલી પરિયોજના બાબત સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે. કેન્દ્રના જહાજ વિષયક વહીવટીતંત્રના મંત્ર્યાલય દ્વારા સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ દીપક નિશ્રા તેમજ ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડ અને ન્યાયાધીશ એ.એમ. ખાનોલકરને સૂચિત કરવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રહિતને લક્ષમાં રાખીને રામ સેતુનેો કોઈ પણ પ્રકારની ક્ષતિ ના તઆય તેબાબતની તકેદારી સાથે સમુદ્રી માર્ગ પરિયોજનાનો વિકલ્પ શોધવાનો વિકલ્પ શોધવામાં આવશે.