કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી – વિવાદિત જમીન સિવાયની વધારાની જમીન રામ- જન્મભૂમિ ન્યાસને સોંપવા માટે અપીલ કરી.

0
621

 

લોકસભાની આગામી ચૂંટણીના નગારાં વાગી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલાં રામ- મંદિર બાબત નરેન્દ્ર મોદીની સરકારે એક મહત્વનું પગલું લીધું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે. જેમાં વિવાદિત જમીન સિવાય અધિગ્રહિત કરવામાં આવેલી વધારાની જમીન પરત કરવાની માગણી કરવામાં આવી છે તેમજ તેના પર જારી કરાયેલ યથાસ્થિતિ નિયમને હટાવી લેવાની માગણી પણ કરી છે. સરકારે પોતાની પિટિશનમાં 67 એકર જમીનમાંથી કેટલોક હિસ્સો સોંપવાની અરજ કરી છે. હિંદુવાદી સંગઠનોએ કેન્દ્ર સરકારના આ પગલાનુંં સ્વાગત કર્યું છે.

 માનવામાં આવી રહ્યું છે કે, અયોધ્યા રામ- મંદિર કેસની સુનાવણીમાં વિલંબ થઈ રહ્યો છે. તેથી જ સરકારે આ માર્ગ અપનાવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. આસપાસની જમીન હિંદુઓની છે, તેથી સરકાર તેના પર મંદિરનું નિર્માણ કરવાનો માર્ગ શોધી રહી છે. છેલ્લા 8 વરસથી આ રામ- મંદિર જમીન-

વિવાદનો કેસ સુપ્રીંમ કોર્ટ સમક્ષ છે, પણ હજી સુધી એનું નિરાકરણ થઈ શક્યું નથી.