
ગૃહ મંત્ર્યાલયના સાઈબર સુરક્ષા એવમ સૂચના વિભાગે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટ, સેકશન 69(1) અતર્ગત, દેશની 10 તપાસ એજન્સીઓને ઉપરોક્ત અધિકાર આપ્યો છે. આ એજન્સીઓમાં ઈન્ટેલિજન્સ બ્યુરો, નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો, પ્રવર્તન નિર્દેશાલય, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસીસ, સીબીઆઈ, એનઆઈએ, રો, ડિરકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ , ડિરક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ તેમજ દિલ્હી પોલિસ કમિશનર વગેરેનો સમનાવેશ થાય છે્.
ઉપરોક્ત કાનૂનનો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, તૃણમૂલ કોંગ્રેસ વગેરે રાજકીય પક્ષોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. એઆઈએમઆઇએમના નેતા અસદુદી્ન ઓવૈસીએ વ્યંગ કરતાં કહ્યું હતું કે, હવે મને સમજાયું કે હર હર મોદી, ઘર ઘર મોદીનો અર્થ શું છે…પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે, હવે અમારું કશું અંગત નહિ રહે, કોઈ વ્યકિત- સ્વાતંત્ર્ય નહિ રહે