કેન્દ્ર સરકારે આરક્ષણ અધિનિયમમાં પરિવર્તન કરીને જમ્મુ – કાશ્મીરમાં આર્થિક સ્તરને લક્ષમાં રાખીને અનામત લાગુ કરવાની ઘોષણા કરી…

0
1081

કેન્દ્ર સરકારે જમ્મુ- કાશ્મીરના હવે આર્થિક અનામત લાગુ કરવાનો  ઐતિહાસિક નિર્ણય કર્યો હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્મયો લીધા હતા. જેમાં ગુજરાતના રાજકોટમાં હીરાસર ખાતે ન્યુ ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસને મંજૂરી આપવામાં આવી હતી. આરક્ષમ અધિનિયમમાં સુધારો કરીને જમ્મુ- કાશ્મીરમાં આર્થિક આરક્ષણ લાગુ કરવાનો નિર્મય પમ લેવામાં આવ્યો હતો. જમ્મુ- કાશ્મીરમાં શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર રોજગારીમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે 10 ટકા જેટલું આરક્ષણ આપવામાં આવશે. ઉપરોકત માહિતી નાણાપ્રધાન અરુણ જેટલીએ આપી હતી.