કેન્દ્ર સરકારનું લાજવાબ ચૂંટણીલક્ષી પગલુંઃ કેન્દ્રના પ્રધાનમંડળે સવર્ણોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવાની ઘોષણા કરી…

0
281
A view of the Indian parliament building is seen on the opening day of the monsoon session in New Delhi August 1, 2011. REUTERS/B Mathur/Files

 

કેન્દ્રના પ્રધાનમંડળે લોકસભાની ચૂંટણી પહેલાં નારાજ સવર્ણોને મનાવી લેવા એક લાજવાબ ઘોષણા કરીને સહુની બોલતી બંધ કરી દીધી હતી. આર્થિક અક્ષમતાના આધારે , નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા સવર્ણોના વર્ગને 10 ટકા અનામત  આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. પછાત જાતિ અને જનજાતિ માટે એસએસટી એકટ આવવાથી સવર્ણ જાતિઓમાં નારાજગીની લાગણી પ્રવર્તી રહી હતી. ભાજપ સરકારના સવર્ણોની નારાજગી દૂર કરવાના પ્રયાસ તરીકે આ 10 ટકા આરક્ષણની ભેટ આપવામાં આવી રહી હોવાનું રાજકીય  વિશ્લેષકોનું માનવું છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર સવર્ણોને માટે આ 10 ટકા અનામત જાહેર કરીને એમને મનાવી લેવા માગે છે. ઉજળિયાત જાતિઓના મત ગુમાવવાનું હાલમાં ભાજપને તે હરગિઝ પાેષાય એમ નથી. આ 10 ટકા આરક્ષણની જાહેરાત કરીને સરકારે ખેડૂતોની દેવા- માફી અને રાફેલ યુધ્ધ વિમાનોના સોદાના વિવાદની અગ્નિને ઠારવાનો પ્રયાસ કર્યો છે. આ અંગેનું બિલ સરકાર આવતીકાલે 8 જાન્યુઆરીના સંસદમાં પેશ કરે એવી સંભાવના છે. આવતી કાલે સંસદના શિયાળુ સત્રનો આખરી દિન છે. આર્થિક રીતે નબળા સવર્ણોને 10 ટકા આરક્ષણ અનામત આપવા સરકાર કટિબધ્ધ છે.