કેન્દ્ર સરકારની ઘોષણા : દેશમાં હવે એક દેશ, એક બજારની નીતિનો અમલ કરાશે, 

 

 તાજેતરમાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સીનિયર મંત્રીઓએ આ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક બે કલાક સુધી ચાલી હતી. બેઠકમાં બે વટહુકમોને મંજૂરી આપવ3ામાં આવી હતી. કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, સરકારે  લીધેલા નિર્ણયોને કારણે ખેતોને લાભ થશે. કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, એશેન્શિયલ કોમોડિટી એકટ અને APAC એકટમાં સુધારો કરવાની કેબિનેટે મંજૂરી આપી દીધી છે. હવે ખેડૂતો પોતાના ખેત- ઉત્પાદનો દેશના કોઈ પણ વિસ્તારમાં જાતે વેચી શકશે. ખેડૂતો દ્વારા તેમના ઉત્પાદનોના સીધા વેચાણમાં તેમની પર કોઈ પણ જાતનો ટેકસ લાગશે નહિ. ખેડૂતો અને ખરીદારો વચ્ચેના વિવાદને સ્થાનિક સ્તરે જ ઉકેલવામાંઆવશે. દેશમાં 14 કરોડ ખેડૂતોમાં 80 ટકા ખેડૂતો નાના અને મધ્યમ કક્ષાના છે. તેમને મહેનત કરવા છતાં તેમના ઉત્પાદનોનો યોગ્ય ભાવ મળતો નથી. સરકાર ખેડૂતોના હિત માટે સતત કાર્યશીલ છે.ખેડૂતોને લાભ થાય તેવા નિર્ણયો સરકાર લઈ રહી છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું સરકારનું લક્ષ્ય છે. 

 આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં કોલકાતા બંદરનું નામ ડો. શ્યામાપ્રસાદ મુખરજીના નામ પરથી રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here