-કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલના નિવેદનને પડકારતા અભિનેતા રિતેશ દેશમુખ …

0
872

 

   કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે મહારાષ્ટ્રના સદગત મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખ પર હુમલો કરીને કહ્યું હતું કે, જે સમયે મુંબઈમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો ત્યારે તત્કાલીન મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખ એમના અભિનેતા  પુત્ર રિતેશ દેશમુખને લઈને એને ફિલ્મમાં રોલ અપાવવા ખુદ નિર્માતા પાસે લઈ ગયા હતા. તેમને એ સમયે દેશની નહિ, માત્ર પોતાના પુત્ર રિતેશના કેરિયરની ચિંતા થતી હતી.

    આ વિધાનનો સચોટ જવાબ આપતા રિતેશ દેશમુખે જણાવ્યું હતું કે, 26-11ના મુંબઈમાં હુમલા વખતે હું મારા પિતાની સાથે તાજ અને ઓબેરોય હોટલમાં ગયો હતો, પરંતુ એ વાત ખોટી છે કે હું હોટેલમાં ગયો ત્યારે તેમાં ગોળીબાર ચાલી રહ્યો હતો એ વાત ખોટી છે. મારા પિતાએ મને ફિલ્મમાં રોલ અપાવવા કદી પણ કોઈ પ્રોડ્યુસર કે ડિરેકટરને મારી સિફારિસ નથી કરી. આજે હું જે પણ સ્થાને છું, એ મારી પોતાની મહેનતનું પરિણામ છે. મને આ વાતનું ગૈારવ છે. તમે મારા પિતા પર આક્ષેપ કરી રહ્યા છે, તમને તમારા મુખ્યમંત્રીને સવાલ કરવાનો હક છે,પણ હવે તેઓ હયાત જ નથી, તો એ તમારા આક્ષેપનો બચાવ કેવી રીતે કરી શકે??તમારા સવાલનો જવાબ શી રીતે આપી શકે.. તમે 7 વરસ મોડા પડ્યા છો, નહિતર એ તમારા પ્રશ્નનો ઉત્તર જરૂર આપત…