કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોનાની ગાઈડલાઈન 30 મે સુધી લંબાવી દીધી…રાજયોને કડક હાથે નિયમોનું પાલન કરાવવાનો આદેશ …

 

      દેશના ગૃહ મંત્રાલયે કોરોના વિષયક ગાઈડલાઈનનો   અમલ કરવાનો તમામ રાજયોને આદેશ આપ્યો હતો. આદેશમાં ખાસ જણાવવામાં આવ્યું હતું કે, જે જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસો છે ત્યાં સ્થાનિક સ્તરે પ્રતિબંધો લાગુ કરવામા આવે.ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, કોરોના અંગેની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થવાને કારણે જ દક્ષિણ અને પૂર્વોત્તરના કેટલાક વિસ્તારોને બાદ કરતાં ભારતમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવામાં આવી રહ્યો છે. નીતિ આયોગના સભ્ય ડો. વી. કે. પોલે જણાવ્યું હતું કે, દેશમાં વેકસીનનું ઉત્પાદન સતત વધારવામાં આવી રહ્યું છે.હજુ પણ બીજી ચાર વેકસીન આવી રહી છે. તેમાં બાયો ઈ વેકસીન, ઝાયડસની ડીએનએ આધારિત વેકસીન, ભારત બાયોટેકની નેસલ વેકસીન, અને જિનિવાની વેકસીન પણ ભારતમાં ઉપલબ્ધ થઈ શકશે. તેમણે જણાવ્યું હતું કે, 2021ના અંત સુધીમાં દેશમાં વેકસીનના 200 કરોડ ડોઝનું ઉત્પાદન થઈ શકશે.