કેન્દ્રીયમંત્રી  મુખ્તાર અબ્બાસ નકવીનું નિવેદનઃ સંવૈધાનિક રીતે કે ઈસ્લામના સિધ્ધાંતો અનુસાર, તીન તલાક યોગ્ય નહોતા. આમ છતાં આપણા દેશમાં આવા ગેરકાનૂની અસંવૈધાનિક , ગેર- ઈસ્લામી કુપ્રથાને કારણે મુસ્લિમ મહિલાઓએ સહન કરવું પડ્યું. વોટ બેન્કના સોદાગરોને કારણે  આ પ્રથા વિકસિત થતી રહી. 

Reuters

 

        કેન્દ્રીય લધુમતી વિષયક પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ કાનૂન બન્યા બાદ દેશમાં તીન તલાક (તલાક- એ- બિદ્ત)ની ઘટનાઓ માં 82 ટકા ઘટાડો થયેલો જોવા મળ્યો હતો. ગત  1લી ઓગસ્ટ ઓગસ્ટ, 2019માં આ કાનૂન અસ્તિત્વમાં આવ્યો હતો.   ભારતના ઈતિહાસમાં આ દિવસને મુસ્લિમ મહિલા અધિકાર દિવસ તરીકે યાદ રાખવામાં આવશે. 1ઓગસ્ટ, 2019 ભારતીય ઈતિહાસનો એક એવો દિવસ છે કે જયારે કોંગ્રેસ, સામ્યવાદી પાર્ટીઓ, સમાજવાદી પત્ર, બહુજન સમાજ પત્ર, તૃણમૂલ કોંગ્રેસ, સહિત તમામ રાજકીય પક્ષોના વિરોધ છતાં તીન તલાકની કુપ્રથાને ખતમ કરવાનો કાયદો બનાવવામાં આવ્યો હતો. 

      તેમણે જણાવ્યું હતું કે, મોદી સરકાર અંતર્ગત, 2018માં શરૂ કરવામાં આવેલી બિના મેહરમ ( પુરુષ સગા-સંબંધી) હજ કરવા જનારી મુસ્લિમ મહિલાઓની સંખ્યા 3040 જેટલી થઈ ગઈ છે. આ વરસે પણ 2300થી વધુ મહિલાઓએ મેહરમ વિના હજ પર જવા માટે આવેદન કર્યું હતું.