કેન્દ્રીયપ્રધાન જિતેન્દ્ર સિંહ કહે છેઃ આર્ટિકલ 370 રદ કર્યા બાદ અમારો આગામી એજન્ડા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાનો છે.

0
796

મોદીના 100 દિવસના  કાર્યકાળની ઉપલબ્ધિની વાત કરતાં કેન્દ્રીયપ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આર્ટિકલ 370 સમાપ્ત કરીને જમ્મુ- કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો નાબૂદ કરવો એ મોદી સરકારની સોથી મોટી સિધ્ધિ છે. તેમમએ કહ્યું હતું કે, કાશ્્મીર બાબત પાકિસ્તાનમાં દુષ્પ્રચાર કરી રહ્યું હોવા થતાં સમગ્ર વિશ્વના દેશોનું વલણ ભારતને અનુકૂળ છે. તેઓ ભારતના પગલાનું સમર્થન કરી રહ્યા છે. જમ્મુ- કાશ્મીર એ ભારતનો આંતરિક મામલો છે. જે લોકો દેશવિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એમણએ ચેતી જવું જોઈએ. હવે તેો બચીનહિ શકે. તેમમએ પોતાના ગુનાહિત કામોની કિંમત ચુકવવી જ પડશે. 

  કાશ્મીરનો આમ આદમી સરકાર દ્વારા તેને મળનારા લાભોથી ખુશ છે. કાશ્મીરમાં બંધ નથી, તે કરફયુના ઓઠાયા હેઠળ પણ નથી. હા, લોકોની સુરક્ષાને ઘ્યાનમાં રાખીને ત્યાં કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે ખરા. જેનો ઉદ્ેશ લોકોમાં હિંસા થતી રોકવાનો છે. લોકોની સુરક્ષા કરવાનો છે

  કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ બાબત અફવાઓ ચાલતી રહે છે. ખોટો પ્રચારથી દોરવાઈ જવું નહિ. જમ્મુ- કાશ્મીરના લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવાનો તેમજ તેમના વિકાસ માટે કામગીરી કરવાનો મોદી સરકાર નિષ્ઠાથી પ્રયાસ કરી રહી છે. કાશ્મીરમાં ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બની રહી છે. ઈન્ટરનેટ સેવાઓ પણ વહેલી તકે શરૂ કરવાની સંભાવના છે.